જૂની કલેકટર કચેરીમાં 2000 ચોરસ મીટરનું અદ્યતન જનસેવા કેન્દ્ર બનાવાશે

  • February 14, 2024 05:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની જુની કલેક્ટર કચેરીમાં કાર્યરત તાલુકા મામલતદાર કચેરી સામે આવેલા બગીચામાં રૂ.એક કરોડના ખર્ચે નવું અદ્યતન જનસેવા કેન્દ્ર શરૂ કરવા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગની મંજૂરી મળ્યા બાદ આર એન્ડ બી દ્વારા પ્લાન, એસ્ટિમેટ સહિતની તૈયારી કરાશે. નવા જનસેવા કેન્દ્ર માટે 2000 ચોરસ મીટર જગ્યા ફાળવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. રાજકોટની જૂની કલેક્ટર કચેરીમાં જૂની પોસ્ટ ઓફિસ ખાતે હાલમાં ઇ-ધરા કેન્દ્ર હાલ ચાલી રહ્યું છે. હાલના સમયમાં કલેક્ટર કચેરીમાં વિવિધ દાખલાઓ કઢાવવા તથા અન્ય કામો માટે આવતા અરજદારોને બેસવા સહિતની સુવિધાનો અભાવ હોય અને ખાસ કરીને સિનિયર સિટિઝનને ભારે મુશ્કેલી પડતી હોવાથી નવું જનસેવા કેન્દ્ર બનાવવા નિર્ણય કરાયો છે. હાલમાં જનસેવા કેન્દ્રની સાથે ઇ-ધરા કેન્દ્ર તથા રેકર્ડ રૂમ સહિતનું બે માળનું બિલ્ડિંગ બનાવવા આયોજન કરાયું છે અને તેના માટે રૂ.1 કરોડના ખર્ચનો અંદાજ મુકાયો છે.
તદઉપરાંત જુની કલેક્ટર કચેરીમાં આધારકાર્ડ કેન્દ્ર શરૂ કરવા તાજેતરમાં સરકારની મંજૂરી મળી ગઇ હોય અને તેની કિટ પણ મંજૂર થઇ ગઇ હોય આગામી શુક્રવારથી તાલુકા મામલતદાર કચેરી ખાતે નવું આધારકાર્ડ કેન્દ્ર પણ શરૂ થઇ જાય તેવી શકયતા હોવાનું સુત્રો જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application