આવતીકાલે કદાચ યાત્રા પૂર્ણ કરીને મંગળા આરતીમાં ભાગ લેશે: અંબાણી પરિવાર સહિત મોટો કાફલો પહોંચે એવી શક્યતા: તિથી મુજબ અનંતનો આવતીકાલે જન્મદિવસ
રિલાયન્સના યુવા ઉદ્યોગપતિ અનંત અંબાણી દ્વારકાધીશ મંદિરે પહોંચવાના હોય, જેના અનુસંધાને તેમના સ્વાગતની તૈયારી માટે રિલાયન્સના અધિકારીઓને, દ્વારકાધીશ મંદિર, સમિતિના સભ્યો અને દ્વારકાના આગેવાનો દ્વારા એક બેઠક યોજાઇ હતી.
અનંત અંબાણી છઠ્ઠી એપ્રિલના સવારે દ્વારકાધીશની મંગળા આરતીના સમયે પદયાત્રા પૂર્ણ થશે, તા. ૬ ને સવારે દ્વારકામાં પદયાત્રા સાથે ધીરૂભાઇ અંબાણી માર્ગ પરથી પસાર થઇને દ્વારકાધીશ મંદિર તરફ પ્રયાણ કરશે. વ્હેલી સવારે તેમનું આ પદયાત્રા સમારોહમાં દેશની જાણીતી સેલીબ્રીટીઓ, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે એવી સંભાવના છે. જો કે આ અંગે કંપની તરફથી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવી ધારણા છે કે કમસેકમ આખો અંબાણી પરિવાર તો ઉપસ્થિત રહેશે જ.
અનંત અંબાણી પ્રથમ દ્વારકાધીશ મંદિર પરિસર પાસે આવેલ ગોમતીઘાટ પવિત્ર જલથી ચરણ સ્પર્શ કરી દેહ શુઘ્ધિ કર્યા બાદ ગોમતી નદીનું પૂજન કરી દ્વારકાધીશ મંદિર તરફ પ્રયાણ કરશે, ધાર્મિક કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો, દ્વારકા નગરના જુદા જુદા સમાજના પ્રતિનિધિઓ દ્વારા અનંત અંબાણીનું સ્વાગત કરવામાં આવશે, આ પદયાત્રા અંતર્ગત દ્વારકાધીશ શારદાપીઠના બ્રહ્મચારી સ્વામી નારાયણનંદજીના અઘ્યક્ષસ્થાને રિલાયન્સના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વેપારી મંડળ, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને જુદા જુદા સમાજના આગેવાનોની બેઠક મળી હતી, જેમાં અનંત અંબાણીના પદયાત્રા પૂર્ણાહૂતિ પ્રસંગે ઉમળકાભેર સ્વાગત અને સન્માન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણી દ્વારકાધીશ ભગવાન પ્રત્યે અતૂટ શ્રઘ્ધા ધરાવે છે, વારંવાર દ્વારકાધીશના દર્શન કરવા આવે છે, ૬ એપ્રિલના રોજ તીથિ મુજબ રામનવમીના દિવસે તેમનો જન્મદિવસ હોય, તે જ દિવસે તેમની યાત્રા પૂર્ણ કરી રહ્યા હોય જેથી સનાતન ધર્મના આ યુવા ઉદ્યોગપતિ મંગળા આરતીના દર્શન કર્યા બાદ ચરણ પાદુકાનું પૂજન કરશે.
શારદાપીઠ પરિસરના શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સ્વામી સરસ્વતીજીની ગાદી પર મસ્તક નમાવી દ્વારકાધીશની ધજાનું પૂજન કરશે, આ સમયે દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવાર, ગુગ્ગળી બ્રાહ્મણ અનંત અંબાણીને શાસ્ત્રોક્ત અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આશીર્વાદ પાઠવશે. તા. છઠ્ઠી એપ્રિલના સમસ્ત દ્વારકાવાસીઓને અનંત અંબાણી તરફથી પ્રસાદ, મીઠાઇ વિતરણ કરવામાં આવનાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોઢાણાના મહિલા 50 વીઘા જમીનમાં કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી
May 08, 2025 01:34 PMરીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટા ખુલાસા
May 08, 2025 01:33 PMજામનગરના સત્યમ કોલોની મુખ્ય માર્ગ પર સ્થાનિકો દ્વારા રસ્તા રોકો આંદોલન
May 08, 2025 01:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech