જુદા-જુદા ત્રણ વાહન અકસ્માતમાં બે વ્યક્તિના અંતરિયાળ મૃત્યુ: જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા
જામનગર નજીક હાપા રોડ પર રામપર ના પાટિયા તેમજ કાલાવડ પંથકમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન અકસ્માતો ની હારમાળા સર્જાઈ છે. જુદા જુદા ત્રણ વાહન અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ અંતરિયાળ મૃત્યુ નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.
અકસ્માતનો પ્રથમ બનાવ જામનગર નજીક હાપા રોડ પર બન્યો હતો. જ્યાંથી એકટીવા સ્કૂટર પર જઈ રહેલા જામનગર નજીક હાપામાં રહેતા વિનોદભાઈ ઉર્ફે ભૂરો હરિભાઈ છૈયા નામના ૩૦ વર્ષનો યુવાન પોતાનું એકટિવા સ્ફુટર લઈને પસાર થતી વેળાએ સ્ફુટર સ્લીપ થઈ જતાં હેમેરેજ સહિતની ગંભીર ઇજા થઈ હતી, અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પહેલાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
આ અકસ્માત ના બનાવ અંગે હાપામાં રહેતા અને ખેતી કામ કરતા મૃતકનાવસંબંધી સુરેશભાઈ રાયધનભાઈ છૈયા એ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતનો બીજો બનાવ કાલાવડ જામનગર ધોરી માર્ગ પર મોટી માટલી ગામ નજીક બન્યો હતો. ત્યાંથી મોટરસાયકલ પર પસાર થઈ રહેલા મોટી માટલી ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા કમલભાઈ ઉર્ફે કમલેશભાઈ નાનકાભાઈ ડોડીયારા નામના ૪૫ વર્ષના પરપ્રાંતિય શ્રમિક યુવાનને કોઈ અજાણ્યા વાહન ના ચાલકે ઠોકરે ચડાવતાં ગંભીર ઈજા થવાથી તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પત્ની બગુડીબેને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી અકસ્માત સર્જનાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. આ હીટ એન્ડ રન ના બનાવના કારણે મૃતક કે જેના ચાર સંતાનો નોંધારા બન્યા છે.
અકસ્માતનો ત્રીજો બનાવ જામનગર નજીક રામપર ગામના પાટીયા પાસે બન્યો હતો. ત્યાંથી પગપાળા ચાલીને રસ્તો ઓળંગી રહેલા રમેશભાઈ રાયઠઠા નામના ૪૮ વર્ષના યુવાનને જી.જે.૧૦ ડી.કે. ૭૯૩૫ નંબરના બાઈકના ચાલકે હડફેટે માં લઇ ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડયા ની ફરિયાદ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકિમ જાેંગનો મોટાપાયે સુસાઈડ ડ્રોન બનાવવાનો આદેશ
November 15, 2024 11:08 AMજામનગરમાં ગુરુદ્વારા ખાતે ગુરુનાનક દેવજીની 554મી જન્મ જયંતિ હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી
November 15, 2024 11:07 AMરશિયા–યુક્રેન યુદ્ધનો અંત આવે તેવા સંકેત
November 15, 2024 11:07 AMકોરોના વેકિસનના કટ્ટર વિરોધીને ટ્રમ્પે આરોગ્યમંત્રી બનાવતાં જબ્બર વિરોધ
November 15, 2024 11:03 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech