પોરબંદરની આર્યક્ધયા ગુકુળ ગુજરાતી માધ્યમ શાળા ૧૫ ઓગષ્ટ નિમિત્તે સ્લોગન લેખન સ્પર્ધા યોજાઈ હતી.
૧૫ ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ જે સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે કેટલાય યુવાનોએ પોતાના બલિદાન આપ્યા છે, ભારતમાતાને ગુલામીની બેડીઓમાંથી મુક્ત કરવા પોતાનું સમગ્ર જીવન માં ભારતને ચરણે ધરી દેનાર આવા યુવાનોના નારાઓ આજેય જાણે કે,વાતાવરણમાં ગુંજી રહ્યા છે,ત્યારે આવા વીર શહિદો,સમર્પિત યુવાનોના જીવન, કવન અને સમર્પણથી દીકરીઓ વાકેફ થાય તથા એમણે આપેલા નારાઓમાં રહેલી દેશદાઝનો સ્પર્શ એમની ચેતનાને પણ થાય તેવા હેતુથી આચાર્યા ડો.રંજના મજીઠીયાના માર્ગદર્શન હેઠળ આર્યક્ધયા ગુકુળ ગુજરાતી માધ્યમમાં એક સ્લોગન લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ
જેમાં ૧૦૩ દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં દીકરીઓએ તિરંગામાં, ભારતના નકશામાં, વિવિધ રંગીન કાગળો પર સ્લોગન લખી ડેકોરેશન કર્યું હતુ. જય જવાન જય કિશાન, ઈન્કલાબ જિંદાબાદ, કરો યા મરો, સત્યમેવ જયતે,પુર્ણ સ્વરાજ જેવા વિવિધ સ્લોગનો પોતપોતાની સુઝ દ્વારા દીકરીઓએ ખુબ સુંદર રીતે લેખન કર્યું હતુ. શ્રેણી અનુસાર દીકરીઓને ટોપ ફાઈવ નંબર આપવામાં આવ્યા હતા બાલસ હર્ષિતા, ખીસ્તરીયા અદિતી, ભોગાયતા રિધ્ધિ, આંબલીયા હેત્વી તથા દુધરેજીયા નિશ્રા પ્રથમ ક્રમે આવ્યા હતા,તમામ વિજેતાઓને પ્રમાણપત્ર તથા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રિતીબેન સોલંકી, ભાર્વીબેન ભટ્ટી, હિરલબેન ઓડેદરા,ખુશ્બુબેન રાઠોડ,મિનલબેન ડાભી,હેમાલીબેન પુરોહિત, નયનાબેન જોષી,દિપાલીબેન વારા,અંકિતાબેન વાઘેલા,પલ્લવીબેન મકવાણા અને હિનાબેન ભરડાએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech