શહેરમાં કાલે શિક્ષકોના પ્રશ્ર્ને મૌન રેલી યોજાશે

  • September 22, 2023 11:02 AM 

સંકલન સમિતિ દ્વારા તમામ શિક્ષકોને રેલીમાં સફેદ વસ્ત્રો પહેરીને આવવા સૂચના


શિક્ષકોના કેટલાક પ્રશ્ર્નો અંગે થોડા દિવસ પહેલા સરકાર સાથે સમાધાન થયું હતું, પરંતુ તેની અમલવારી ન થતાં શિક્ષકોની પડતર માંગણી સાથે રામધૂન અને થાળીનાદનો કાર્યક્રમ યોજાયા બાદ હવે શનિવારે આવતીકાલે મૌન રેલી યોજવામાં આવશે, જેમાં શિક્ષકોને સફેદ વસ્ત્રો પહેરીને આવવા સૂચના આપવામાં આવી છે.


જામનગર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ રજની મેસવાણીયા, ઉપપ્રમુખ જય રાઠોડ, એમ.ડી. મકવાણા સહિતના હોદ્દેદારો દ્વારા જણાવાયું છે કે શનિવારે તા. ર3 ના રોજ સાંજે 4.30 વાગ્યે જિલ્લા પંચાયતના સર્કલથી એક મૌન રેલી યોજવામાં આવી છે, આ રેલી સાત રસ્તા, એસ.ટી. સ્ટેન્ડ, દિ.પ્લોટ, તળાવની પાળ, સ્પોર્ટસ સંકુલ થઇને જિલ્લા પંચાયતે પહોંચશે, શિક્ષકો સફેદ વસ્ત્રોમાં રેલીમાં જોડાશે અને કાળી પટ્ટી ધારણ કરશે.


શિક્ષકોની મુખ્ય માંગમાં પેન્શન યોજના લાગુ કરવા ર00પ માં ભરતી થયેલા નવા શિક્ષકોને સીપીએફમાં સરકાર દ્વારા કેન્દ્ર સરકારની માફક 10 ને બદલે 14 ટકા પોતાનો ફાળો આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ પહેલા વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે સમાધાન થયું હતું, પરંતુ તેની અમલવારી ન થતાં શિક્ષકોની મૌન રેલી નીકળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application