દક્ષિણ રાજકોટમાં ગોંડલ રોડ ઉપર બનશે સેટેલાઇટ એસટી બસ સ્ટેશન

  • November 21, 2023 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની વધતી જતી વસતી અને વિસ્તારને ધ્યાને લઇ શહેરમાં વધુ એક સેટેલાઇટ એસટી બસ સ્ટેશનનું નિમર્ણિ કરવા રાજકોટ એસટી ડિવિઝન દ્વારા નિગમમાં દરખાસ્ત કરવામાં આવી છે. ગોંડલ રોડ ઉપર હાલ જ્યાં એસટી વર્કશોપ છે તેના વિશાળ સંકુલમાં જ રોડ ટચ સેટેલાઇટ બસ સ્ટેશનનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે ગોંડલ રોડ ઉપર એસટી વર્કશોપ સંકુલમાં રોડ ટચ સેટેલાઇટ બસ સ્ટેશન બનાવવા નિગમમાં દરખાસ્ત કરાઇ છે. સંભવત: ટૂંક સમયમાં આ અંગે મંજૂરી મળી જશે તેવી અપેક્ષા છે અને આગામી બજેટમાં તેનો સમાવેશ કરાયા બાદ ટેન્ડર પ્રક્રિયા સહિતની કામગીરી હાથ ધરાશે. તેમણે ઉમેર્યું હતું કે ડિવિઝન ઓફિસના વિશાળ સંકુલમાં ભવિષ્યમાં નવું બસ સ્ટેશન નિમર્ણિ કરવાનું હોય તેની આગોતરી તૈયારીના ભાગરૂપે ડિવિઝન ઓફિસના નવા બિલ્ડીંગનું નિમર્ણિ હાથ ધરાયુ છે જે હાલ પૂર્ણતાને આરે છે.
જમીન પણ નિગમની માલિકીની જ હોય બાંધકામ કરવાનું રહેશે. હાલ સુધીમાં ઢેબર રોડ ઉપર જુના બસ સ્ટેશનના સ્થાને નવા બસ પોર્ટનું નિમર્ણિ, પશ્ચિમ રાજકોટમાં માધાપર ચોકડીએ સેટેલાઇટ બસ સ્ટેશન અને પૂર્વ રાજકોટમાં ભાવનગર રોડ ઉપર અમૂલ સર્કલ પાસે બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું. હવે દક્ષિણ રાજકોટને સુવિધા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application