૭ લાખ પિયાના ૯.૫૦ લાખ ચુકવી દેવા છતા વધુ ૧૫ લાખની માંગણી પઠાણી ઉઘરાણી કરીને ધમકી દીધાની એક સામે ફરીયાદ
જામનગરનો એક રીક્ષા ચાલક યુવાન વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો છે, અને વ્યાજખોરની રાક્ષસી વ્યાજ સાથેની પઠાણી ઉઘરાણીને લઈને આખરે ફીનાઇલ પી લેવાનો વારો આવ્યો છે. જોકે હાલ તેની તબિયત સુધારા પર હોવાથી રજા અપાઇ છે, જ્યારે પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધી તેની શોધ ખોળ હાથ ધરી છે.
જામનગરમાં નાગનાથ નાકા પાસે પઠાણફળીમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા અક્રમ જાહિદભાઈ પઢિયાર (ઉ.વ.૩૨) નામના રીક્ષા ચાલક યુવાને તાજેતરમાં મચ્છર મારવાની દવાનું પ્રવાહી પી લેતાં તેને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
સૌપ્રથમ તેના પરિવારજનો દ્વારા વ્યાજખોરના ત્રાસના કારણે આ પગલું ભર્યું હોવાનું જાહેર કરાયું હતું. ત્યારબાદ અકરમ પઢીયાર ભાનમાં આવતાં દરબારગઢ પોલીસ ચોકીના સ્ટાફ દ્વારા હોસ્પીટલ ખાતે દોડી જઇને નિવેદન લેવાયુ હતું જેમાં વ્યાજખોરો બાબતે વાત જણાવી હતી.
પોતાને થોડા વર્ષ પહેલાં પૈસાની જરૂરિયાત હોવાથી આરોપી પાસેથી સાત લાખ રૂપિયા ૭ ટકાના વ્યાજે લીધા હતા, જેનું દર મહિને વ્યાજ સહિત કુલ સાડા ચાર લાખ રૂપિયાની રકમ બે વર્ષ દરમિયાન ચુકવી આપી હતી.
એટલું જ માત્ર નહીં અલગ અલગ દુકાનમાંથી કુલ પાંચ લાખ રૂપિયાનો કરિયાણાનો માલ સામાન પણ મેળવીને રીયાઝ કુરેશીને આપી દીધો હતો. આમ મળી કુલ ૯.૫૦ લાખ જેટલું ચૂકવણું કરી દીધું હોવા છતાં હજુ વધુ ૧૫ લાખ રૂપિયા આપવા પડશે, તેવી માંગણી કરીને ધમકી અપાતાં વ્યાજખોર ના ત્રાસના કારણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. જે ફરિયાદના અનુસંધાને પોલીસે નાગનાથના નાકે રહેતા આરોપી રિયાઝ જુસબભાઇ કુરેશી સામે આઇપીસી કલમ ૫૦૪- અને ૫૦૬-૧ તેમજ મની લેંડર્સ એક્ટની કલમ ૫,૩૯ ૪૦, અને ૪૨ મુજબ ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech