રદારનગર, ભાવનગરમાં અ.નિ. નારાયણપ્રિયદાસજીની પૂણ્યસ્મૃતિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વામિનારાયણ ગુરુકુળ સરદાનગરમાં ૧૧૦૧ બોટલ રક્તદાન, સ્વામિનારાયણ નૈમિષારણ્ય હાઇસ્કુલમાં ૬૫૮ બોટલ રક્તદાન, સ્વામિનારાયણ વિદ્યાલય જી.આઇ.ડી.સી.માં ૪૬૦ બોટલ રક્તદાન તેમજ સ્વામિનારાયણ ગુરુકુળ લાઠીદડમાં ૨૧૫ બોટલ મળી મહાયજ્ઞમાં વિક્રમી ૨૪૩૪ બોટલ રક્તદાન થયું હતું. સેવા કરે તે સંત કહેવતને સાકાર કરવા કે.પી.સ્વામી ની પ્રેરણાથી શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, સંતો, પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, રિક્ષાચાલકો, બસ ડ્રાઈવરો વગેરે સ્વૈચ્છિક રીતે આ ભગીરથ કાર્યમાં ઉત્સાહથી જોડાયા હતા. તેમાં નહીં નાત-જાત કે ધર્મના ભેદ વિના આ કાર્યમાં આહુતિ અર્પિ સર્વે સમુદાયના વાલીઓ મહારક્તદાન કેમ્પમાં ખરા અર્થમાં રક્તદાન મહીયતે સુત્રને સાર્થક કર્યું હતું.
તન, મન અને ધનની સેવા કરવી તેમાંનું પ્રથમ એટલે શરીર. એમાં મને જે મૂલ્યવાન લોહી મળ્યું છે તે હું બીજાને અર્થે દાન કરીશ એ જ મારી સમાજ સેવા છે. અને આ સમાજ ઉપયોગી કાર્ય માટે માત્ર ભાવનગર જ નહીં પરંતુ રાજકોટ, જામનગર, વડોદરા, ભરૂચ જેવા શહરોમાંથી પણ ઉત્સાહથી લોકો જોડાયા હતા. એ જોઈને એવું લાગતું હતું કે જાણે અ.નિ. સ્વામીજીના અનરાધાર આશીર્વાદ વરસતા હતા. હું મહાન છું એ મહત્વનું નથી, પરંતુ મહાન કાર્યો કરવા માટે મારા પ્રયત્નો મહાન હોવા જોઈએ એ પ્રયત્નોમાં સ્વામીએ મંત્ર આપ્યો હતો.
આ રક્તદાન કેમ્પમાં સ્વામિનારાયણ ગુરુકુળ, સરદારનગર કેમ્પસ અને ગુરુકુળની વિવિધ શાખાઓમાં કુલ મળી વિક્રમી ૨૪૩૪ બોટલ રક્ત રક્તદાતાએ રક્તદાન કરી સમાજને એક ઉમદા રાહ ચીંધી. જે સમાજ અને સેવા માટે એક પ્રેરણાદાયી ઉમદા કાર્યની પહેલ છે. આ ભગીરથ કાર્ય માટે ભાવનગર બ્લડ બેંક, બાંભણીયા બ્લડ બેંક, સર ટી બ્લડ બેંક તેમજ બોટાદ બ્લડ બેંકના સહિયારા પ્રયાસથી આ કાર્ય ખૂબ જ સરતાથી થયું હતું. આવાં ઉમદા કાર્ય ગુરુકુળ પરિવાર હરહંમેશ સતત કરતું રહ્યું છે. અ. નિ. નારાયણપ્રિયદાસજીની પૂણ્યસ્મૃતિ નિમિત્તે આ સતત ૧૦ વર્ષ નાં કેમ્પને સફળ બનાવવા માટે શાળાના ટ્રસ્ટી કે.પી.સ્વામી, વિવિધ વિભાગનાં આચાર્ય ઓ તેમજ શાળા પરિવારનાં તમામ કર્મચારીઓ સહભાગી થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 5 આતંકી ઠાર, 2 જવાન ઘાયલ
December 19, 2024 08:41 AMએલચીના ભાવમાં વધારો: ઉત્પાદન ઘટાડા અને વધતી માંગની અસર
December 19, 2024 12:18 AMવન નેશન-વન ઈલેક્શન બિલ માટે જેપીસીની રચના, અનુરાગ ઠાકુર સહિત આ સાંસદોનો સમાવેશ
December 18, 2024 11:38 PMH1- B Visa Rules: અમેરિકા જનારાઓ માટે સારા સમાચાર! વિઝાના નિયમો બદલાયા
December 18, 2024 11:36 PMહૂંફાળું પાણી દરેક માટે ફાયદાકારક નથી, તેના ગેરફાયદા જાણ્યા પછી તમે તેને પીતા પહેલા 10 વાર વિચારશો
December 18, 2024 11:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech