મારુતિનંદનનગરમાં ઘરમાં ઘોડી પાસાની જુગાર કલબ પર દરોડો: નવ ઝડપાયા

  • July 10, 2024 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના મવડી મેઇન રોડ પર માતિનંદનનગરમાં રહેતા શખસના મકાનમાં ચાલતી ઘોડીપાસાની જુગાર કલબ પર માલવીયાનગર પોલીસે દરડો પાડો હતો. અહીં જુગાર રમતા નવ શખસોને પોલીસે ઝડપી પાડા હતા.પોલીસે પટમાંથી રોકડ પિયા ૩૭,૬૦૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, પોલીસ મથકના પીઆઇ જે.આર.દેસાઈની રાહબરી હેઠળ પી.એસ.આઇ.ડી.એસ. ગજેરા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ અજયભાઈ વીકમા, કોન્સ્ટેબલ મયુરદાન બાટી અને જયદીપસિંહ ભટ્ટીને મળેલી બાતમીના આધારે મવડી મેઇન રોડ પર માતિનંદનનગર શેરી નંબર ૨ માં રહેતા અલ્પેશ ઉર્ફે બાબોના મકાનમાં પોલીસે દરડો પાડો હતો. પોલીસે અહીં ઘોડી પાસનો જુગાર રમતા નવ શખસોને ઝડપી લીધા હતા અને પટમાંથી રોકડ પિયા ૩૭,૬૦૦ કબજે કર્યા હતા.
જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં અલ્પેશ ઉર્ફે બાબો રમણીકભાઈ ગોટેચા(ઉ.વ ૫૨), ઈમ્તિયાઝ વલીમોહમ્મદ સોરા (ઉ.વ ૩૫ રહે. ઉધોગનગર કોલોની, કવાર્ટર), મયુર ભરતભાઈ કુકાવા (ઉ.વ ૨૭ રહે.લોહાનગર શેરી નંબર ૨),હાજી ઈસમાઇલભાઈ જુણેજા(ઉ.વ ૪૦ રહે. ખોડીયારપરા શેરી નંબર ૫), દીપક પોલાભાઈ ચુડાસમા (ઉ.વ ૪૨ રહે. ચંદ્રપાર્ક શેરી નંબર ૧, મેટોડા જીઆઇડીસી), ઝાહિદ મોહમ્મદભાઈ પારેખ (ઉ.વ ૩૬ રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, દૂધ સાગર રોડ), અમીન જહત્પરભાઈ શિશાંગિયા (ઉ.વ ૩૦ રહે. ધરમનગર આવાસ), પરેશ રમેશભાઈ ઝાલા(ઉ.વ ૨૯ રહે. વીરમાયા પ્લોટ), મોહમ્મદ ઇલિયાસભાઈ ચાનિયા (ઉ.વ ૩૧ રહે. ખોડીયારપરા)નો સમાવેશ થાય છે. જુગારના અન્ય દરોડામાં એ ડિવિઝન પોલીસે મોચી બજારના વોકળા પાસે પુલ નીચે વરલી ફિચરના આંકડા લેતા મોહન દેવજીભાઈ વાઘેલાને ઝડપી લીધો હતો અને તેની પાસેથી રોકડ પિયા ૧૬૫૦ કબજે કર્યા હતા. પ્ર.નગર પોલીસે પોપટપરા મેઇન રોડ શેરી નંબર ૧૭ પાસેથી વરલી ફિચરના આંકડા લેતા ઈદ્રીશ રફિકભાઈ દબલને ઝડપી લઇ તેની પાસેથી રોકડ .૪૯૦ કબજે કર્યા હતા. યારે સદર બજારમાં જાહેર રોડ પર આંકડા લેતા અયુબ હાસમભાઈ ભાણુને ઝડપી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application