રાષ્ટ્ર્રીય ગિરનાર સ્પર્ધામાં ૫૩.૨૮ મિનિટનો નવો રેકોર્ડ

  • February 03, 2025 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢમાં કડકડતી ઠંડીમાં જોમ અને જુસ્સા સાથે રાયના સૌથી ઐંચા પર્વત ગિરનારને સર કરવા ૧૭મી ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી.જેમાં ૨૦  રાયોના ૫૭૦ સ્પર્ધકોએ દોટ મૂકી હતી.સ્પર્ધામાં ગઈકાલે નવો રેકોર્ડ સર્જાયો હતો. સિનિયર ભાઈઓમા સૌપ્રથમવાર સ્પર્ધામાં ભાગ લેનાર  ઉતરાખંડના ચમોલી ગામના દિગંબર સિંઘ ૫૩,૨૮ મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ સ્થાન મેળવી નવો રેકોર્ડ કર્યેા હતો. અગાઉ સ્પર્ધામાં ૨૦૨૨મા જૂનાગઢના લાલા પરમારે ૫૫.૩૦મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી રેકોર્ડ કર્યેા હતો જે રેકોર્ડ ગઈકાલે તુટો હતો. જુનિયર કેટેગરીમાં પણ પ્રથમ વખત ભાગ લઈ ઉત્તર પ્રદેશના આગ્રાના બબલુ સિસોદિયા ૫૬.૪૧મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ ક્રમાંક પ્રા કર્યેા હતો. સિનિયર બહેનોમાં ઉત્તર પ્રદેશની તામસી સિંઘે સતત ચોથા વર્ષે પ્રથમ ક્રમ પ્રા કર્યેા હતો ગઈકાલે તેણે ૩૨.૨૪મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી ગત વર્ષનો તેનો જ રેકોર્ડ તોડયો હતો. જુનિયર બહેનોમાં વારાણસીની રંજના યાદવે ૩૩.૪૦ મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. રાષ્ટ્ર્રીય કક્ષાની સ્પર્ધામાં ચારેય કેટેગરીમાં પ્રથમ દશ ક્રમાંકમાં સૌથી વધુ ગુજરાતના ૧૮ સ્પર્ધકોનો દબદબો રહ્યો હતો.ઉત્તર પ્રદેશના ૭, હરિયાણા ૯, ઉતરાખંડના ૫અને દીવના ૧ સ્પર્ધકો વિજેતા થયા હતા..
ભવનાથ તળેટીમા  ૮.૯ ડિગ્રી કડકડતીઠંડીમાં વહેલી સવારે યોજાયેલી સ્પર્ધાને કલેકટર અનીલ રાણાવસીયા, જિલ્લ ા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય, જિલ્લ ા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, વ્યાયામ શિક્ષક  સહિતના મહાનુભાવોએ લેગ ઓફ કરી શુભારભં કરાવ્યો હતો. ભાઈઓ માટે ૫,૫૦૦ પગથીયા અને બહેનો માટે ૨,૨૦૦ પગથિયા સુધી ની સ્પર્ધામાં સ્પર્ધકોએ પંખીની જેમ દોડી અને ઉતરી સ્પર્ધા પૂર્ણ કરી હતી.
સીનીયર બહેનોમાં પ્રથમ ક્રમે તામસી સિંઘ ૩૨.૨૪મીનીટ,  બીજા ક્રમે ઉત્તરાખંડની મીનાક્ષી નેગી ૩૩.૩૫ મિનિટ,ત્રીજા ક્રમે ઉતરાખંડની નીઘી નેગી ૩૪.૧૯, ચોથા ક્રમે હરિયાણાની સિંધુ ઋતુરાજ ૩૪.૨૨,  પાંચમા ક્રમે ગુજરાતના હિંમતનગર રીંકલ જાડા ૩૫.૨૦, સીનીયર ભાઈઓમાં બીજા ક્રમે વડોદરાના નિષાદ ૫૪.૪૪ , ત્રીજા ક્રમે ગુજરાતના ખીચાના શૈલેષભાઈ વાઘેલાએ ૫૫.૭ ,ચોથા ક્રમે જૂનાગઢના લાલા પરમારે ૫૬.૫૧ અને પાંચમા ક્રમે હરિયાણાના રામ નિવાસે ૫૭.૧ મિનિટ, જુનીયર બહેનોમાં માંગરોળાના દીવરાણાની દિપાલી ગરચર ૩૫.૧૦ બીજા ક્રમે , ત્રીજા ક્રમે માંગરોની દીવરાણાની ૩૫.૪૫,  ચોથા ક્રમે  વારાણસીની યાદવ બંધના ૩૫.૩૩,પાંચમા ક્રમે માંગરોળ દિવડાની મંજૂ ઘુસાર ૩૬.૧૪ મિનિટ , જુનીયર ભાઈઓમાં બીજા ક્રમે હરીયાણાના ઋષિકેશે ૫૮.૪૩ ,ત્રીજા ક્રમે દીવરાણાના નયન ચાવડા ૧.૩૧ મિનિટ   ,ચોથા ક્રમે  ઉત્તરાખંડના લમણ ૧.૨મીનીટ ૨૬ સેકન્ડઅને પાંચમા ક્રમે ગુજરાતના રામ બચ્ચન દીવાકર ૧ કલાક ૩ મિનિટ અને ૩ સેકન્ડમાં આવી વિજેતા થઈ  ગિરનાર સર કર્યેા હતો.
સ્પર્ધા પૂર્ણ થયા બાદ ભવનાથ તળેટી સનાતન ધર્મશાળા ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં  ઈન્ચાર્જ  જિલ્લ ા શિક્ષણાધિકારી  લતાબેન ઉપાધ્યાય, ઙે.કમીશનર જાડેજા, સિવિલ સર્જન ડો.પાલા, આર્યુવેદીક હોસ્પિટલના ચેતનાબેન કોડીનારીયા, ગિરનાર રોપ વેના મેનેજર બેદી,પીઆઈ  આર.કે.પરમાર, સહિતના  અધિકારીઓના હસ્તે પુરસ્કાર, પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા.પ્રથમ ક્રમાંકે આવનાર વિજેતાઓને ૧ લાખ, દ્રિતીયને ૮૫ હજાર, તૃતીયને ૭૦હજાર, ચોથા ક્રમાંકને ૫૫હજાર, પાંચમા ક્રમાંકને ૪૦ હજાર અને છ થી દસ ક્રમાંક મેળવનાર ૨૫ હજાર  મળી કુલ ૧૯લાખની રકમ પુરસ્કૃત કરવામાં આવી હતી .આ ઉપરાંત શિલ્ડ ટ્રોફી મેડલ આપી સન્માનિત કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી. વાળાએ કયુ હતું. સ્પર્ધા દરમિયાન મેડીકલ કોલેજના તબીબો,જિલ્લ ા વ્યાયામ મંડળના શિક્ષકો,રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓએ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમનુ સંચાલન ગાયત્રીબેન શર્મા અને નિરાલીબેન સોનીએ કયુ હતુ


સ્પર્ધામાં પાંચ મેડિકલ ટીમો દ્વારા 458 સ્પર્ધકોને સારવાર
રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો પૈકી  ગિરનાર પર્વત પર 58 અને તળેટી ખાતે 400થી સ્પર્ધકોને પ મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.બીપી લો થવાથી એક યુવતી બેભાન થઈ હતી.સૌથી વધુ સ્પર્ધકોને સ્નાયુ ચડી જવા, મચકોડ અને સોજા આવવાની સમસ્યા થઈ હતી.8 સ્પર્ધકને પડી જવાથી ઈજા 15 ને ઉલટી થઈ હતી.ભાગ લેનાર સ્પર્ધકો પૈકી 80 ટકા સ્પર્ધકોનો ઈલાજ કરાયો હતો. ભવનાથ તળેટી ખાતે એક ,જૈન દેરાસર, ગૌમુખી ગંગા, માળી પરબ અને અંબાજી મંદિર સહિત ગિરનાર પર્વત પર ચાર મેડિકલ ટીમ રાખવામાં આવી હતી.ગિરનાર પર્વત પર 24 સ્પર્ધકોને નબળાઈ, 19ને સ્નાયુમાં દુખાવો, 10 ને ઉલટી અને 5 સ્પર્ધકો પડી જતા શરીરે ઇજા થતાં ડ્રેસિંગ કરાયું હતું.કુલ 58 સ્પર્ધકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. અમુક બહેનોને સ્પધર્િ દરમિયાન વાંદરાઓના કારણે પણ મુશ્કેલી પડી હતી. પગથિયા પર દોડતી વખતે બે બહેનોને વાંદરાઓના સામાન્ય નખ લાગવાના પણ બનાવ બન્યા હતા. તળેટી ખાતે એક સ્પર્ધક બેભાન થઈ જતા મંગલનાથ બાપુના આશ્રમ ખાતે મેડિકલ ટેન્ટમાં સિવિલની આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક સારવાર આપી હતી.  ગિરનાર તળેટી ખાતે મેડિકલ ટીમ દ્વારા પગ મચકોડ, સ્નાયુ ખેચાવા, પગમાં સોજાની ફરિયાદમાં સ્પર્ધકોને ડાયક્લોફોમ જેલ અને દુખાવા માટેનું સ્પ્રે, પગ અને હાથ છોલાતા બેન્ડેડ લગાવી સારવાર આપવામાં આવી હતી સૌથી વધુ પગમાં સોજા અને મચકોડ આવી જવાની ફરિયાદ કરતા 350 સ્પર્ધકોને ગુલાબી ગરમ પાટા, બાંધવામાં આવ્યા હતા.3 સ્પર્ધકોને ઇજા થતા ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું. ગિરનાર પર્વત અને તળેટી બંને સ્થળોએ મળી આરોગ્ય વિભાગ દ્વારા 458 સ્પર્ધકોને સારવાર આપી હતી.સદનસીબે કોઈ સ્પર્ધકને મોટી જાનહાની થઈ ન હતી.વારાણસીની ત્રણ બહેનોએ ભાગ લીધો,

રંજના યાદવ પ્રથમ અને બંધના યાદવ ચોથા ક્રમે વિજેતા

અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પધર્મિાં ઉત્તર પ્રદેશના વારાણસીની ત્રણ સગી બહેનોએ ભાગ લીધો હતો. જેમાંથી બે બહેનોએ બાજી મારી હતી. પ્રથમ ક્રમે રંજના યાદવ અને ચોથા ક્રમે બંધના યાદવ રહી હતી.ધો.  11માં અભ્યાસ કરતી રંજના યાદવ વોકીંગ ચેમ્પિયનશિપમાં નેશનલ ખેલાડી રહી છે. તેને રમત ગમત ક્ષેત્રમાં આગળ વધવા માટે એથ્લેટિક્સની તૈયારીઓ કરી રહી છું, જેમાં ખાસ 3000 મીટર વોકરેસમાં આગળ વધવા માટે વિશેષ તૈયારીઓ કરી રહી છું. રંજના, બંધના અને સાધના યાદવે ગિરનાર આરોહણ સ્પધર્મિાં ભાગ લેવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.

જુનિયર ભાઈઓમાં ચેસ્ટ નંબરમાં  પ્રિન્ટ મિસ્ટેક
રાષ્ટ્ર્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામા જુનિયર કેટેગરીના ભાઈઓમાં ઈનામ જાહેર કરવામાં ચેસ્ટ નંબરમાં  મિસ્ટેકના કારણે અન્ય સ્પર્ધક નું નામ બોલાયું હતું.જુનિયર ભાઈઓની સ્પર્ધામાં ત્રીજા નંબરમાં જાહેર કરાયેલા ઇનામમાં બિહારના  શશીરાજને વિજેતા જાહેર કર્યા હતા.તેનો ચેસ્ટ નંબર ૨૦૩૬ હતો પરંતુ ખરા અર્થમાં સ્પર્ધા  કેશોદની દીવરાણા સ્કૂલના ધો.૧૧ના વિધાર્થી નયન ચાવડાએ પૂર્ણ કરી હતી. નયનનો ચેસ્ટ નંબર ૨૦૨૬ હતો અને તેણે ૧ કલાક ૩૧ મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી ત્રીજો ક્રમાંક પ્રા કર્યેા હતો.વિજેતા જાહેર થયા બાદ તત્રં એ ભૂલ સુધારી હતી.ઇનામ વિતરણના અંતે ઘીના ઠામમાં ઘી પડયુ  હતુ


ઉત્તરાખંડના ચમોલીના દિગંબરસીંઘે પહાડ ચડવાની ખૂબ પ્રેકિટસ કરી હત
"રાષ્ટ્ર્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં સિનિયર ભાઈઓમાં પ્રથમ આવેલ ઉત્તરાખંડના ચમેલી ગામના સ્પર્ધકે પ્રથમ વખત જ ગિરનાર સ્પર્ધામાં ભાગ લઈ રેકોર્ડ બનાવ્યો છે. ઉત્તરાખંડના ચમેલી ગામના દિગેમ્બર સિંઘે ૫૩:૨૮ મિનિટમા ગિરનાર સ્પર્ધા પૂર્ણ કરી રેકોર્ડ કર્યેા છે. પ્રથમ વખત જ ભાગ લેનાર સ્પર્ધકના જણાવ્યા મુજબ પર્વતીય વિસ્તાર હોવાથી ત્યાં ચડ ઉતર અને દોડવાની પ્રેકિટસ અગાઉથી જ હતી ગિરનાર સ્પર્ધામાં પ્રથમ વખત જ ભાગ લીધો છે.પિતા નિવૃત્ત રેલવે કર્મચારી હોવાનું જણાવ્યું હતું અને રાષ્ટ્ર્રીય કક્ષાની સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકોને પરીક્ષામાં રેન્ક મળવા જોઈએ તેવી પણ ઈચ્છા વ્યકત કરી હતી.સિનિયર બહેનોમાં  ઉત્તર પ્રદેશના મિરઝાપુરની ખેડૂત પુત્રી તામસી સિંધ સતત ત્રીજા વર્ષે રાષ્ટ્ર્રીય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રા કયુ હતું. આ વર્ષે પણ ગત વર્ષનો તેનો જ રિપોર્ટ તોડો હતો ગત વર્ષે તેણે ૩૩:૫૯ મિનિટમાં પ્રથમ ક્રમે આવી હતી યારે આ વર્ષે ૩૨.૩૪ સેકન્ડમાં પ્રથમ ક્રમે વિજેતા થઈ છે. તામસીએ  તેને મળેલી ઇનામી રકમ ઘર ગુજરાન ચલાવવા મદદપ બની રહેશે તેમ જણાવ્યું હતું ઇનામી રકમમાં વધારો કર્યેા છે પરંતુ કઠિન ગણાતી સ્પર્ધામાં જીવના જોખમે વિજેતા થઈએ છીએ સર્ટિફિકેટ નું પણ મહત્વ હોવું જોઈએ તેમ જણાવી સ્પોટર્સ  ક્ષેત્રમાં આગળ વધવાનું જણાવ્યું હતું.  જુનિયર બહેનોમાં ઉત્તર પ્રદેશના વારાણસીની રંજના યાદવ પ્રથમ ક્રમે આવી હતી તેણે ઓલમ્પિક ક્ષેત્રે આગળ જવાની મહેરછા વ્યકત કરી છે.જુનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે ઉત્તર પ્રદેશના બબલુ સિસોદિયા પ્રથમ વખત જ ગિરનાર સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ ક્રમાંક પ્રા કર્યેા છે. ધો.૧૧ માં અભ્યાસ કરતા બબલુના પિતાનું નિધન થયું છે અને તેના ભાઈ સાથે રહે છે.દોડવા માટે પ્રેકિટસ કરી હોવાનું જણાવ્યું હતું અને ભવિષ્યમાં તેણે આર્મીમાં જવાની ઈચ્છા વ્યકત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application