ગુજરાત સહિત દેશભરમાં ડમી સ્કૂલોનો રાફડો ફાટી નીકળ્યો છે, તાજેતરમાં દિલ્હી અને રાજસ્થાનમાં આવી સ્કૂલો પર દવાઈ ઉતાર્યા બાદ હવે ટૂંક સમયમાં દેશના અન્ય રાયોમાં પણ ડમી સ્કૂલોની તપાસ શ થશે. મેડિકલ અને એન્જિનિયરિંગના વિધાર્થીઓ પ્રવેશ પરીક્ષાની તૈયારીઓ માટે આવી ડમી સ્કૂલમાં પ્રવેશ મેળવે છે.ડમી સ્કૂલ અને એયુકેશન ઇન્સ્િટટૂટની મિલી ભગતના લીધે થોડા સમયથી બિલાડીના ટોપની માફક ડમી સ્કૂલો વધી રહી છે. સી બી એસ ઇ બોર્ડ દ્રારા તાજેતરમાં રાજસ્થાન અને દિલ્હીની ૨૭ જેટલી સ્કૂલોની તપાસ કરવામાં આવી હતી જેમાં વિધાર્થીઓની ગેરહાજરીને હાજરી દર્શાવવામાં આવતી હતી. આવી સ્કૂલો સામે બોર્ડ દ્રારા કાર્યવાહી શ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડ દ્રારા સત્તાવાર સ્પષ્ટ્રતા કરવામાં આવી છે કે, આવી સ્કૂલોની તપાસ માટે સૌપ્રથમ યોજના બનાવવામાં આવી હતી ત્યારબાદ સ્કૂલોમાં જઈને યોજના મુજબ તપાસ કરવામાં આવી રહી છે. બોર્ડએ જણાવ્યું હતું કે, શિક્ષણના માપદંડો જાળવી રાખવા માટે બોર્ડ દ્રારા માર્ગદર્શિકા બનાવવામાં આવે છે જેનો બોર્ડ સાથે સંલ તમામ શાળાઓ સખતપણે પાલન કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે પરંતુ આ તપાસ દરમિયાન આવી ડમી સ્કૂલો મળી આવી છે. એન્જિનિયરિંગ અને મેડિકલ ની પરીક્ષા ની તૈયારી કરતા વિધાર્થીઓ ડમી શાળાઓ માટે પસંદગી ઉતારે છે જેથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પર તેઓ સંપૂર્ણ ધ્યાન આપી શકે. જેના કારણે તેઓ સ્કૂલોમાં હાજરી આપતા નથી અને સીધા બોર્ડની પરીક્ષામાં હાજર રહે છે. આમ આવી સ્કૂલોમાં હાજરી ના આપતા હોવા છતાં પણ તેમની હાજરી પુરાતી હોય છે. આવી સ્કૂલો સામે અચાનક કાર્યવાહી શ કરવામાં આવતા ફફડાટ ફેલાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૪૦ લાખનું કલેઇમ કૌભાંડ: ડો.અંકિત માસ્ટરમાઈન્ડ: પાંચ પકડાયા
April 12, 2025 03:22 PMજન્માષ્ટમી સુધીમાં રાજકોટમાં જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલ થશે કાર્યરત
April 12, 2025 03:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech