શહેરમાં "જશ્ન ઈદે મિલાદુન્નબીનું જુલુસ નીકળ્યુ

  • September 16, 2024 05:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેરનાં કસ્બા અંજુમને ઈસ્લામ અને ઈદે મિલાદુન્નબી જુલુસ કમિટીનાં આગેવાનો દ્વારા પેગેમ્બરે ઈસ્લામની ૧૪૫૪મી વિલાદત (જન્મદિન) જને ઈદે મિલાદુન્નબી નિમિત્તે એક શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવેલ હતુ.
આ જુલુસને આજરોજ તા. ૧૬-૯-૨૦૨૪, સોમવારે ભાવનગર શહેરનાં ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ હઝરત રોશન ઝમીર પીરમહંમદશા બાપુની દરગાહ શરીફમાં ચાદર ચઢાવી, સલાતો સલામ પઢી. સામુહિક દુઆઓ કરવામાં આવી હતી. ત્યાર બાદ ભાવનગર શહેરનાં સીટી ડી.વાય.એસ.પી. સિંગાલ સાહેબે લીલી ઝંડી બતાવી જુલુસને પ્રસ્થાન કરાવેલ હતુ. આ ઝુલુસ શહેરનાં રાજમાર્ગો પર ફર્યું હતુ. આ જુલુસનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવેલ હતુ.
આ જુલુસમાં શહેરની મિલાદ પાર્ટીઓ. ઢોલ-ત્રાસા સાથે અનેક યુવક મંડળો, મદ્રેસાનાં બાળકો તેમજ ખાસ કરીને પીરે તરીકત હઝરત હમ્ઝા અશરફ અશરફુલ ઝીલાની કછોછવી સાહેબ, મેમણ મોટી જમાતનાં આગેવાનો તેમજ ભાવનગર શહેરનાં શીયા ઈના અશરી જમાતનાં પેશ ઈમામ સાહેબ, શહેરની દાઉદી વ્હોરા જમાતનાં આમીલ સાહેબ, તેમજ જુદી જુદી મસ્જીદનાં પેશ ઈમામ સાહેબ, મૌલાના સાહેબ તેમજ ભાવનગર શહેરનાં મહાનુભાવો. આગેવાનો. કાર્યોકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમજ આ જુલુસમાં ટૂંકો. રીક્ષાઓ. ઉટ ગાડી, ઘોડે સવારો, બગી, ઘોડા ગાડી, ટ્રેક્ટર, મોટરકાર સહિતનાં વાહનો મોટી સંખ્યામાં જોડાયા હતા. શાનોશૌકત સાથે આ જુલુસ શહેરનાં રાજમાર્ગો પર ફર્યુ હતુ. આ જુલુસમાં સંયમ, શિસ્ત અને કાનુનનું પાલન કરવામાં આવેલ હતુ.
તેમજ આ જુલુસમાં ડી.જે. સાથેનાં વાહનોને સામેલ કરવામાં આવ્યા ન હતા. જુલુસ દરમ્યાન મોટા પ્રમાણમાં ન્યાજનું વિતરણ કરવામાં આવેલ હતુ. જુલુસનું સ્વાગત કરવા માટે લાઇટ ડેકોરેશન અને શણગાર કરવામાં આવેલ હતુ. જુલુસનાં કાર્યક્રમને સફળ બનાવવા માટે કસ્બા અંજુમને ઇસ્લામનાં પ્રમુખ અને જુલુસ કમિટીનાં ક્ધવીનર હાજી મહેબુબભાઈ શેખ (ટીણાભાઈ મોટરવાળા) સહિતનાં સમસ્ત મુસ્લીમ સમાજનાં આગેવાન કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News