રાણપરનો શખ્સ હત્યાના ગુનામાં સંડોવાયેલ : બેરેકમાં નિંદ્રાવસ્થામાં બેશુઘ્ધ બન્યો
ભાણવડ પંથકના વતની અને એક હત્યા કેસમાં જેલવાસ ભોગવી રહેલા કાચા કામના કેદીનું ગઇકાલે જામનગરની જિલ્લા જેલમાં હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજયું હોવાનું જાહેર થયું છે. જે મામલામાં પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.
મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામના વતની અને ભાણવડ પોલીસ સ્ટેશનના હત્યા તેમ જ હત્યા પ્રયાસ કેસના કાચા કામના કેદી જામનગરમાં જેલવાસ ભોગવી રહેલા ગોવિંદ નથુભાઈ ખરા (ઉંમર વર્ષ 52) જેઓને ગઇકાલે પોતાના બેરેકમાં ઉઠાડતાં ઉઠયા ન હતા, અને બેશુદ્ધ બન્યા હતા. જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે જેલના સુબેદાર વિનોદભાઈ બેચરભાઈ સોલંકીએ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતાં પીએસઆઇ એમ કે બ્લોચ જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, અને કેદીના મૃતદેહ નો કબજો સંભાળી જી.જી. હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં તબીબોની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું, જયારે તેની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. જેના વિસેરા લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, તેમજ સમગ્ર મામલામાં વધુ તપાસ ચલાવાઈ રહી છે. પ્રાથમિક તપાસ દરમિયાન તેનું હૃદય બંધ પડી ગયું હોવાથી મૃત્યુ થયું હોવાનું અનુમાન લગાવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application94 કરોડના ખર્ચે જામનગર-સમાણા ફુલનાથ હાઇ-વે પહોળો કરાશે
November 25, 2024 01:50 PMદ્વારકામાં 27 વર્ષની યુવતિનું હૃદયરોગના હુમલાથી નિધન
November 25, 2024 01:45 PMજામનગર સાઇકલીંગ ક્લબના ૪ સાઈક્લીસ્ટો દ્વારા 75 કલાકમાં રેકોર્ડબ્રેક, સતત 1000 કિલોમીટરસાઇકલ ચલાવી
November 25, 2024 12:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech