મુખ્ય ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ

  • March 16, 2024 08:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભની સમાન્ય ચૂંટણીની ચૂંટણી પાંચ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં.આવી છે. ત્યારે ભાવનગરમાં મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ચૂંટણીને ધ્યાને રાખી પ્રેસવાર્તા યોજાઈ હતી. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન આગામી તા.૭ મે ૨૦૨૪ ના રોજ યોજાશે. જે અંતર્ગત આજથી આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર દ્વારા માહિતી આપતા જણાવાયું હતું. કે ભાવનગર-બોટાદ લોકસભા સીટ પર તમામ સરકારી ઇમારતો અને વાહનો તેમજ સરકારી પરિસરમાંથી જાહેરાતો દૂર કરવામાં આવશે. તેમજ કોઈપણ રાજકીય પક્ષો દ્વારા જાહેરમાં લગાવવામાં આવેલા હોડીંગ્સ બેનર પણ દૂર કરવા સૂચના આપી કડક અમલીકરણ કરાશે. તમામ વિભાગમાં પદાધિકારીઓના વાહનો જમા લઇ લેવામાં આવશે. અને જરૂર ચૂંટણીની કામગીરીમાં ઉપયોગમાં લેવાશે.


ભાવનગર લોકસભા સીટ પર કુલ ૭ વિધાનસભા ક્ષેત્ર આવે છે. જેમાં તળાજા,પાલીતાણા,ભાવનગર ગ્રામ્ય,ભાવનગર પૂર્વ,ભાવનગર પશ્ચિમ,ગઢડા,બોટાદનો સમાવેશ થાય છે. ભાવનગર લોકસભા સીટ પર પુરુષ મતદાતાઓની સંખ્યા ૯૯૦૯૨૩ અને સ્ત્રી મતદાતાઓની સંખ્યા ૯૧૮૨૨૨૬ તેમજ અન્ય ૪૧ મળી કુલ ૧૯૦૯૧૯૦ મતદાતા નોંધાયા છે. લોકસભા ૨૦૨૪ ની સમાન્ય ચૂંટણીમાં ભાવનગર સીટ પર કુલ ૧૯૬૫ બુથ પર મતદાન યોજાશે. આ ચૂંટણી દરમિયાન જુદી જુદી કામગીરી માટે કુલ ૨૬ નોડલ અધિકારીની નિમણુંક કરવામાં આવી છે. જે ચૂંટણી કમિશનની ગાઇડલાઇન મુજબ ચૂંટણીની તમામ કામગીરી પર નજર રાખશે. લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો કરવામાં આવતા પ્રચાર, ખર્ચ, આચારસંહિતા સહિતની ગતિવિધિઓ પર ગાઈડલાઈન મુજબ કાર્યવાહી કરાશે. લોકસભા સમાન્ય ચૂંટણી માટે ભાવનગર સીટ પર ઈવીએમ મશીન પૂરતામાં ઉપલબ્ધ હોવાનું ચૂંટણી અધિકારી દ્વારા જણાવાયું હતું. જેમાં ૨૫૬૪ બેલેટ પેપર, ૨૩૭૧ કંટ્રોલ યુનિટ, અને૨૫૬૨ વિવીપેટ મશીન ઉપલબ્ધ છે. રાજકીય પક્ષો માટે નોટિફિકેશન મુજબ કોઈપણ પ્રચાર પ્રસારની મંજૂરી માટે સિંગલ વિન્ડો ઉભી કરવા આવશે. તેમજ સોશ્યલ મીડિયા પર થતી તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા આજથી ચૂંટણી કમિશનની ગાઈડલાઈન મુજબ તમામ પ્રકારની કામગીરી કરવામાં આવશે જે અંગેની માહિતી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application