પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા લોકોથી માંડીને કારખાનેદારો પણ અનેકવિધ સમસ્યાઓથી પીડાઇ રહ્યા છે અને વારંવાર રજુઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા ધ્યાન દેવામાં આવતુ નહી હોવાથી લોકોની મુશ્કેલી વધી છે એ આ વિસ્તારના રહેવાસીઓએ તેમની સમસ્યાના નિરાકરણ માટે માંગ કરી છે.
સીટીબસની સુવિધાનો અભાવ
પોરબંદરના જુદા જુદા વિસ્તારોમાં સીટી બસની સુવિધાઓ સારી રીતે ઉપલબ્ધ થઇ છે પરંતુ જ્યાં મોટી માત્રામાં ઉદ્યોગગૃહો આવેલા છે તેવા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. અગાઉ જ્યારે ઓરીએન્ટ ફેકટરી કાર્યરત હતી ત્યારે નિયમિત રીતે બસની સુવિધા ચાલુ હતી પરંતુ ફેકટરી બંધ થતા સુદામાચોકથી ઓરીએન્ટની સી.ટી. બસ છેલ્લા ઘણા દિવસોથી બંધ છે. જેના કારણે બસમાં મુસાફરી કરતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તકલીફનો સામનો કરવો પડે છે. કારણકે રીક્ષાચાલકો વધુ મુસાફરો રીક્ષામાં બેસે તેની રાહ જોતા હોય છે. જેના કારણે લોકોને જ્યાં જવું હોય ત્યાં પહોંચી શકતા નથી અને કયારેક રીક્ષાવાળા સ્પેશ્યલ ભાડુ થશે એમ કહે છે. જો સી.ટી. બસ શ થઇ જાય તો લોકો પોતાના સમય મુજબ બસમાં મુસાફરી કરી શકે છેે.અમુક રીક્ષાચાલકો ખૂબ વધુ પડતુ ભાડુ વસુલતા હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે તેથી જ સ્વાભાવિક રીતે જો સીટીબસની સુવિધા શ કરવામાં આવે તો આ વિસ્તારમાં રહેતા લોકોથી માંડીને ઉદ્યોગનગરના વિવિધ યુનિટમાં કામ કરવા જતા કર્મચારીઓથી માંડીને શ્રમિકોને પણ આર્થિક રીતે રાહત થશે માટે પોરબંદર નગરપાલિકાના તંત્રએ સીટી બસ સેવા શ કરવી જોઇએ તેવી માંગણી આ વિસ્તારના લોકોએ કરી છે.
બિસ્માર રસ્તાની સમસ્યા
છેલ્લા ઘણા સમયથી આશાપુરા ચોકથી ઓરીએન્ટ ફેકટરી તરફ જતો રસ્તો તેમજ આશાપુરા ચોકની આસપાસની સોસાયટી અને એરિયાના રસ્તા સાવ ખરાબ થઇ ગયા છે. તેથી વાહન ચલાવનારને તો તકલીફ થાય જ છે પરંતુ તેનીસાથોસાથ રાહદારીઓને પણ મુશ્કેલી વેઠવી પડે છે.આ વિસ્તારમાં રેઇન વોટર ડ્રેનેજ સીસ્ટમ માટે ખોદકામ થયા બાદ હજુ સુધી રસ્તાને સમથળ કરવામાં આવ્યા નથી એટલુ જ નહી પરંતુ અમુક ગલીઓમાં ભુગર્ભ ગટરનુ ખોદકામ થયા બાદ લેવલીંગ લેવામાં આવ્યુ નથી. ઓરીએન્ટ ફેકટરી નજીક ગટરનુ કામ ચાલુ છે ત્યાં પણ ગટરના ખોદકામ બાદ મોટા પાઇપ મુકયા પછી રસ્તાને સમથળ બનાવાયા નથી. માટે આ વિસ્તારમાં રહેતા લોકોથી માંડીને મજૂરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી બીસ્માર રસ્તાઓનુ નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ગંદકીની સમસ્યા
ઉદ્યોગનગરના આશાપુરા ચોકનથા રમણપાર્કની આસપાસના સાર્વજનિક પ્લોટ અને અમુક ખાલી પડેલા પ્લોટમાં કચરાને લીધે ગંદકી ની સમસ્યા વધી છે. ખાલી રહેલા પ્લોટમાં કોઇપણ વ્યક્તિઓ ત્યાં કચરો ફેંકીને ચાલ્યા જાય છે. કેટલાય સમયથી એમનેએમ પ્લોટ હોવાથી ત્યાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય વધી ગયુ છે. જેના લીધે સાપ સહિત ઝેરી જીવજંતુનો ત્રાસ વધ્યો છે તેમજ મચ્છર સહિત જીવજંતુઓને કારણે રોગચાળો ફેલાય તેવી પૂરે પૂરી શકયતા હોવાથી આ વિસ્તારમાં સફાઇ અભિયાન હાથ ધરવુ જરી બન્યુ છે.
અમુક સ્ટ્રીટલાઇટો બંધ હોવાથી મુશ્કેલી
ઉદ્યોગનગર વિસ્તારમાં અનેક સ્ટ્રીટલાઇટો અવારનવાર બંધ હોય છે જેના કારણે રાત્રિના સમયે અંધારામાં લોકોને આવવા જવામાં મુશ્કેલી વેઠવી પડે છે.
હાલમાં શિયાળો શ થઇ ગયો હોવાથી અંધારુ વહેલુ થઇ જાય છે તેથી સાત વાગ્યા આસપાસ જ અહીં અંધારપટ છવાઇ જતો હોવાથી મહિલાઓ, યુવતીઓને એકલા અવરજવરમાં પણ ભય લાગે છે. માટે તંત્રએ વહેલીતકે સ્ટ્રીટલાઇટનુ પણ સમારકામ કરાવવુ જરી બન્યુ છે.
આમ, પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં જુદા જુદા પ્રકારની સમસ્યાઓ વધી છે ત્યારે તેના નિરાકરણ માટે સંબંધિત તંત્રએ વહેલીતકે કાર્યવાહી કરવી જરી બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech