જામનગર જિલ્લા પંચાયત ખાતે મીલેટ્સ એક્સ્પો કાર્યક્રમના આયોજનની બેઠક યોજાઈ

  • December 19, 2023 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ભવન ખાતે મીલેટ્સ એક્સ્પો-૨૦૨૩ કાર્યક્રમના આયોજનની બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકાર અને ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં મીલેટ્સ એક્સ્પો-૨૦૨૩ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, મીલેટ્સ એક્સ્પોમાં કૃષિ વિભાગ, આત્મા પ્રોજેક્ટ અને આઈ.સી.ડી.એસ. વિભાગના સંકલનમાં રહીને મીલેટ્સમાંથી બનેલી રેડી-ટુ-ઈટ વાનગીઓ, લાઈટ સ્નેક્સ આઈટમ્સ, સખી મંડળ તરફથી હેન્ડી ક્રાફ્ટ્સ આઈટમ્સના સ્ટોલ, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની ખેત પેદાશના વેચાણના સ્ટોલ, મીલેટ્સલક્ષી માહિતી અને સાહિત્ય વિતરણ, પ્રોગ્રામનું સ્થળ, પાર્કિંગ આયોજન, આરોગ્ય તપાસણી અને અન્ય જરૂરી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારી રિતેશ ગોહેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા, નાયબ કાર્યપાલક ઈજનેર છૈયા, તેમજ અન્ય વિભાગના પ્રતિનિધિગણ હાજર રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application