વીંછિયાના મોઢુકા ગામ પાસે આવેલી સીમ વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયર ચોરી કરવાના ઇરાદે ત્રણ શખસો આવ્યા હતાં.જેમાં એકને વીજ શોક લગતા અન્ય બે શખસો રીક્ષા લઇને નાસી ગયા હતાં.આ અંગે ના.ઇજનેરની ફરિયાદ પરથી વીંછિયા પોલીસે બોટાદના કાનીયાડ ગામે રહેતા ત્રણ શખસો સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે અંગે વીંછિયામાં રહેતા નાયબ ઇજનેર ગૌરવભાઈ અશ્વિનભાઈ બોડા (ઉ.વ 30) દ્વારા વીંછિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે બોટાદના કનિયાડ ગામે રહેતા દીપુ ગુલાબભાઈ શેખલીયા,પુના ધીરૂભાઈ શેખલીયા અને જયસુખ લખમણભાઇ શેખલીયાના નામ આપ્યા છે.
પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ વીંછિયા જીઈબી ખાતે નાયબ ઇજનેર તરીકે છેલ્લા એક મહિનાથી નોકરી કરે છે ગત તારીખ 6/10/ 2024 ના રાત્રિના તેઓ ઘરે હતા ત્યારે દસેક વાગ્યે તેમને મોબાઈલ પર આચાર્ય પ્રવીણભાઈ તલસાણીયાનો ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે મોઢુંકાના સોના કુબા ખાતે આવેલ સીમ શાળા સ્કૂલમાં આવેલા ટીસીમાં કોઈ એક અજાણ્યા માણસને વીજશોક લાગ્યો છે અને હાલ તે ભાનમાં છે વીજ શોક લાગતાં ટી.સી.ના થાંભલા પરથી નીચે પડ્યો છે અને 108 મારફત સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા છે.
બાદમાં ફરિયાદી હોસ્પિટલ ગયા હતાં અને આ શખસનું નામ પૂછતા તેણે પોતાનું નામ દીપુ શેખલીયા હોવાનું જણાવ્યું હતું. વીજ શોક કઈ રીતે લાગ્યો તે બાબતે પૂછતા તેણે કહ્યું હતું કે, હું તથા અમારા ગામના પુના શેખલીયા, જયસુખ શેખલીયા ત્રણેય રિક્ષા લઇ અમારા ગામેથી ઘેલા સોમનાથની બાજુમાં આવેલા દાદાએ ગયા હતા અને પરત અમારા ગામે જતી વખતે રસ્તામાં મોઢુકા ગામની વચ્ચે રોડની બાજુમાં આવેલ શાળા પાસે રીક્ષા ઉભી જયસુખે કે કહ્યું હતું કે નિશાળની અંદર આવેલ ટી.સી.માંથી આપણે પીળો વાયર લેવાનો છે જેથી અમે અંદર ગયા હતા અને હું ટી.સી. ઉપર ચડ્યો હતો ટી.સી.પરના ડિયો વાયર કાપવા જતા અચાનક ભડકો થતાં શોટ લાગતા હું પડી ગયો હોવાનું દીપુએ કહ્યું હતું અને આ સમયે ધીરુ તથા જયસુખ રીક્ષા લઇ ભાગી ગયા હતા. શોક લાગતા બુમાબુમ થતા આજુબાજુના વાડીમાંથી માણસો અને આવી ગયા હતા અને મને સારવારમાં લાવ્યા છે.
બાદમાં અને ટી.સી પાસે તપાસ કરતા અહીં એક વાંદરી પાનું પડ્યું તથા પકડ પણ હોય આમ આ ત્રણેય શખસો અહીં ટ્રાન્સફોર્મર પાસે વાયર ચોરી કરવાના ઇરાદે આવ્યા હોય જેથી નાયબ ઇજનેરે ત્રણેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech