દ્વારકા નજીકથી વિદેશી દારુના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

  • July 07, 2023 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અન્ય એકની સંડોવણી ખુલી: એલસીબી પોલીસની કાર્યવાહી

દ્વારકા પંથકમાં જિલ્લા એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન લાડવા ગામની સીમમાં એક આસામીની વાડીમાં આવેલા પડતર મકાનમાં દારૂ છૂપાવવામાં આવ્યો હોવાની બાતમી એલસીબી પોલીસને મળતા આ અંગે પોલીસે લાડવા ગામની સીમમાં દોડી જઈ અને આ સ્થળે છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા ૯૦,૮૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૨૨૭ બોટલ કબજે કરી હતી.
આ સ્થળેથી દ્વારકામાં શ્યામવાડીની સામે રહેતા પરેશ જેરામભાઈ નકુમ નામના ૨૪ વર્ષના શખ્સની અટકાયત કરી, રૂપિયા ૨૦,૫૦૦ ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા ૧,૧૧,૩૦૦ ના મુદ્દામાલ સાથે પરેશ નકુમની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં દ્વારકામાં એડવન્ટ સિનેમા સામે રહેતા શ્યામ માણેક નામના શખ્સની પણ સંડોવણી હોવાનું ખુલતા પોલીસે હાલ તેને ફરાર ગણી પ્રોહી. એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ. સી. બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એ.એસ.આઈ. બલભદ્રસિંહ ગોહિલ, ડાડુભાઈ જોગલ, મશરીભાઈ છુછર અને વિશ્વદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
**
ખંભાળિયામાં પીધેલો કાર ચાલક ઝબ્બે
ખંભાળિયા તાલુકાના કોલવા ગામે રહેતા પીઠા દેવશી નંદાણીયા નામના ૫૦ વર્ષના શખ્સને પોલીસે દાતા ગામના પાટીયા પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા બે લાખની કિંમતની સ્વીફ્ટ મોટરકાર ચલાવતા ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટની કલમ ૧૮૫ હેઠળ કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application