સામાન્ય બિસ્કિટની જેમ આ બિસ્કિટ પણ લોટ, પાણી અને ખાંડના દ્રાવણમાંથી બનાવવામાં આવ્યુ છે. આ બિસ્કીટની સાઈઝ વિશે વાત કરીએ તો આ પેકેટમાં હાજર દરેક બિસ્કીટની સાઈઝ 10 સેમી છે. બિસ્કીટના પેકેટ વિશે વાત કરીએ, તો તેની કિંમતની શું કલ્પ્ના થઈ શકે? રૂ. 100, રૂ. 1000 અથવા વધુમાં વધુ રૂ. 5 હજાર. જો તમે વધારે વિચારો તો 50 હજાર રૂપિયા કે 1 લાખ રૂપિયા. પરંતુ અહી જે બિસ્કીટની વાત કરી રહ્યા છીએ તેની કિંમત લાખોમાં છે. આ બિસ્કીટની કિંમત એટલી વધારે છે કે આ રકમથી તમે લક્ઝરી કાર ખરીદી શકો છો અથવા ગામમાં ઘણી જમીન રજીસ્ટર્ડ કરાવી શકો છો.આ બિસ્કીટ ખાસ એટલા માટે છે કે તેનું ટાઇટેનિક સાથે કનેક્શન છે.
આ બિસ્કિટ એકદમ સામાન્ય બિસ્કિટ જેવું જ દેખાય છે. પરંતુ આ બિસ્કીટને જે ખાસ બનાવે છે તે છે તેનો ટાઇટેનિક જહાજ સાથેનો સંબંધ.
બિસ્કીટનું આ પેકેટ સવર્ઈિવલ કીટમાં હતું જે ટાઈટેનિકની લાઈફ બોટમાં રાખવામાં આવ્યું હતું. ટાઈટેનિક ડૂબ્યા બાદ દુનિયાભરમાં તેનાથી સંબંધિત વસ્તુઓની માંગ વધી ગઈ હતી. લોકો તેની સાથે જોડાયેલી દરેક વસ્તુને મેમરી તરીકે રાખવા માંગે છે. આ બિસ્કિટ જેમ્સ ફેનવિક નામના વ્યક્તિ પાસે હતું. હકીકતમાં, જ્યારે ટાઇટેનિક ડૂબી ગયું ત્યારે ફેનવિકનું જહાજ પણ દરિયામાં હતું જ્યારે તેમના જહાજને ટાઇટેનિકના ડૂબવાના સમાચાર મળ્યા ત્યારે આ જહાજ ટાઇટેનિકના રાહત કાર્યમાં તૈનાત કરવામાં આવ્યું હતું. ફેનવિકને ત્યાં આ બિસ્કીટ મળી. તેણે તેને સ્મૃતિ તરીકે રાખ્યું. આજે આટલા વર્ષો પછી જ્યારે આ બિસ્કીટની હરાજી થઈ ત્યારે તેની કિંમત લાખો રૂપિયા હતી.
ખરીદદારે 31,800 યુએસ ડોલરમાં ખરીદ્યું
જ્યારે આ બિસ્કીટની હરાજી કરવામાં આવી ત્યારે એક ખરીદદારે તેના માટે 31,800ની બોલી લગાવી. ભારતીય રૂપિયામાં આ અંદાજે 26 લાખ રૂપિયા છે. આ હરાજી બ્રિટનમાં થઈ હતી. અગાઉ હરાજી કરનારાઓએ વિચાર્યું હતું કે આ બિસ્કિટની કિંમત મહત્તમ 21000 ડોલર સુધી જઈ શકે છે. પરંતુ જ્યારે આ બિસ્કિટ હરાજી માટે આવ્યું ત્યારે લોકોએ તેને ખરીદવા માટે સ્પધર્િ શરૂ કરી અને અંતિમ બોલી 31,800 યુએસ ડોલર હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૧૧૦૦ ખેડૂતોને ટ્રેકટર ખરીદી માટે સરકાર ૫૫૦ લાખની સહાય કરશે
November 23, 2024 12:28 PMસોમનાથમાં સરકારની ત્રિ–દિવસીય ચિંતન શિબિરનું સમાપ
November 23, 2024 12:25 PMઇકો કારમાં ભેંસને ક્રુરતાપૂર્વક બાંધીને લઇ જતા ત્રણ ઝડપાયા
November 23, 2024 12:10 PMમોરબીમાં િલપકાર્ટની લોજિસ્ટીક કંપનીમાં ડિલિવરી બોયે કરી રૂા.૧.૨૩ લાખની છેતરપિંડી
November 23, 2024 12:09 PMજામનગરના આરોપીનો દારુ પીતો મોરબી જેલનો વીડિયો વાયરલ થતાં દોડધામ
November 23, 2024 12:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech