કચ્છના માંડવી તાલુકાના ગોધરામાં જાહેરમાં એક નર્સની નિર્મમ હત્યા થતા ચકચાર મચી ગઈ છે. નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી નોકરી માટે ઘરેથી નીકળી હતી. જે બસની રાહ જોઈ રહી હતી. ત્યારે જ બાઈકસવાર યુવકે આવીને ફિલ્મી સ્ટાઈલમાં તલવારના અનેક ઘા મારી યુવતીને રહેંસી નાખી હતી. જાહેરમાં હત્યાની ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. ઘટનાના પગલે પોલીસ તંત્ર પણ દોડતું થયું છે.
દુર્ગાપુર માર્ગે બસની રાહ જોઈ રહી હતી
પ્રાથમિક માહિતી મુજબ ગોધરા ગામે પોતાના ઘરેથી નોકરી માટે જવા નીકળેલી યુવતી વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં દુર્ગાપુર માર્ગે બસની રાહ જોઈ રહી હતી. ત્યારે બાઇક ઉપર આવેલા અજાણ્યા શખ્સે યુવતી ઉપર તલવાર વડે હુમલો કર્યો હતો. જાહેરમાં જ તલવારના અસંખ્ય ઘા ઝીંકીને યુવતીને રહેંસી નાખી હતી. જે બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ફિલ્મી સ્ટાઈલમાં આવેલા શખસે નિર્દયતાપૂર્વક યુવતીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ચકચાર ફેલાઈ ગઈ હતી. બીજી બાજુ જાહેરમાં હત્યાના બનાવથી કાયદો અને વ્યવસ્થા ઉપર પણ સવાલો ઊભા થયા છે.
હત્યાના બનાવથી ગ્રામજનોમાં દુઃખ
યાત્રાધામ ગોધરા અંબેધામ તરીકે ઓળખાતા ગામમાં જાહેરમાં હત્યાના હિચકારા બનાવથી ગરવા સમાજ અને ગ્રામજનોમાં દુઃખની લાગણી ફેલાઇ છે. આ અંગે સ્થાનિકે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વિધવા માતાની દીકરી નોકરી કરતી હતી. મુન્દ્રા તાલુકાના તુંબડી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. આ યુવતી તેમની માતા અને બે ભાઈઓ સાથે રહેતી હતી.
હત્યા નિપજાવી હત્યારો તલવાર સ્થળ ઉપર ફેંકતો ગયો
નોકરી માટે નીકળેલી અંદાજિત 22 વર્ષીય ગોરીબેન તુલસીભાઈ ગરવા નામની યુવતીની બાઈક ઉપર આવેલા કોઈ શખસે તલવારના ઘા ઝીકીને સરાજાહેર હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ડર સાથે ચકચાર મચી ગઈ છે. બનાવના પગલે ગ્રામજનો અને પરિવારના સભ્યો ઘટનાસ્થળે દોડી ગયા હતા. યુવતીના મોતના પગલે સ્વજનોએ બનાવ સ્થળે જ પોક મૂકી રડતા આક્રંદભર્યો માહોલ સર્જાયો હતો. હત્યા મામલે માંડવી પોલીસે હતભાગી યુવતીના મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી દવાખાને ખસેડી છે. તેમજ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, હત્યા નિપજાવી હત્યારો તલવાર સ્થળ ઉપર ફેંકતો ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપ સૌર ઉર્જાથી જગમગશે, અમિત શાહે કહ્યું- દિલ્હીથી દૂર પરંતુ હૃદયની નજીક
January 03, 2025 11:23 PMચીનમાં ફેલાતા નવા વાયરસથી ગભરાવાની નથી જરૂર, ભારતીય તબીબોએ આપી માહિતી
January 03, 2025 11:22 PMઅલ્લુ અર્જુનને સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં મોટી રાહત, કોર્ટે મંજૂર કર્યા જામીન
January 03, 2025 11:20 PMબાળકોએ સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે માતાપિતા પાસેથી લેવી પડશે પરવાનગી, ટૂંક સમયમાં આવશે નિયમો
January 03, 2025 11:17 PMમુકેશ અંબાણી અને અને અનંત અંબાણીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા
January 03, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech