વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, સ્તન કેન્સર પછી, સવર્ઇિકલ કેન્સરના કેસ સમગ્ર વિશ્વમાં મહિલાઓમાં સૌથી વધુ છે. મૃત્યુદરની દ્રષ્ટિએ, સવર્ઇિકલ કેન્સર સ્તન કેન્સર કરતાં વધુ ખતરનાક છે. આ કેન્સરથી પીડિત મહિલાઓના મૃત્યુની સંખ્યા દર વર્ષે વધી રહી છે. દર વર્ષે લગભગ 4 લાખ મહિલાઓ આ કેન્સરથી મૃત્યુ પામે છે. સવર્ઇિકલ કેન્સરના મોટાભાગના કેસો ખૂબ જ અંતમાં વિકસે છે, જેના કારણે તેની સારવાર કરવી મુશ્કેલ બને છે અને સ્ત્રી પોતાનો જીવ ગુમાવે છે. પરંતુ હવે આ રોગની સારવારમાં વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે. આ સારવારથી સવર્ઈિકલ કેન્સરથી થતા મૃત્યુમાં 40 ટકાનો ઘટાડો થઈ શકે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, દર વર્ષે સવર્ઈિકલ કેન્સરના લગભગ 6,60,00 નવા કેસ નોંધાય છે. આ કેન્સરથી પીડિત અડધાથી વધુ મહિલાઓ મૃત્યુ પામે છે. આનાથી અસરગ્રસ્ત મોટાભાગની મહિલાઓની ઉંમર 50 વર્ષની આસપાસ હોય છે અને 30 થી 40 ટકા કેસમાં આ કેન્સર સાજા થયા પછી ફરી પાછું આવે છે. સવર્ઇિકલ કેન્સરમાં મૃત્યુની સંખ્યામાં વધારો થવાનું કારણ તેનું મોડું નિદાન છે. મોટાભાગની મહિલાઓને આ કેન્સરનું નિદાન ચોથા સ્ટેજમાં થાય છે, પરંતુ હવે વૈજ્ઞાનિકોએ એક એવી સારવાર શોધી કાઢી છે જેમાં આ તબક્કામાં પણ સારવાર શક્ય છે અને મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે. તાજેતરમાં, ડોકટરોને તેની એક સારવારમાં સકારાત્મક પરિણામો મળ્યા છે. આ અભ્યાસમાં યુકે, મેક્સિકો, ભારત, ઇટાલી અને બ્રાઝિલ સહિત 10 વર્ષથી વધુ સમયથી આ કેન્સરથી પીડિત મહિલાઓને સામેલ કરવામાં આવી હતી. આ સારવારમાં, કેમોરેડીએશન કરાવતા પહેલા કીમોથેરાપીના ટૂંકા સેશન આપવામાં આવે છે.
ધ લેન્સેટમાં પ્રકાશિત યુનિવર્સિટી કોલેજ લંડનના નેતૃત્વ હેઠળ કરવામાં આવેલા આ સંશોધનમાં ત્રીજા અને ચોથા તબક્કાના કેન્સરની સારવારમાં ખૂબ સારા પરિણામો જોવા મળ્યા છે. પરિણામે, આ રોગથી મૃત્યુનું જોખમ 40 ટકા ઘટાડી શકાય છે. આ કેન્સરના પુનરાવૃત્તિના જોખમમાં 35 ટકાનો ઘટાડો થયો છે. મહિલાઓ પર કરવામાં આવેલ આ સંશોધન ત્રીજા તબક્કાના ટ્રાયલમાં સફળ રહ્યું છે. જો કે હજુ સુધી નવી સારવાર પર મોટા પાયે સંશોધન કરવામાં આવ્યું નથી, પરંતુ આ સંશોધનના પરિણામોને સવર્ઇિકલ કેન્સરની સારવારમાં મોટી સફળતા તરીકે જોવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech