જામનગરની સંસ્થા રંગતાળી ગ્રુપ દ્વારા શહેરના દિવ્યાંગોને મુખ્ય ધારામાં ભેળવવાનો વિનમ્ર પ્રયાસ

  • October 20, 2023 10:16 AM 

આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ દિવ્યાંગોએ દાંડીયા રાસની રમઝટ બોલાવી




જામનગરની સંસ્થા રંગતાળી ગ્રુપ દ્વારા એમ.પી. શાહ કોમર્સ કોલેજના મેદાનમાં સહિયર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે મેદાન પર સાંજના સમયે ગઈકાલે નગરના દિવ્યાંગોને મુખ્ય ધારામાં ભેળવવા માટેનો વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો, અને આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ તથા પેરા ઓલિમ્પિક એસોસિએશનના નેજા હેઠળ નગરના ૨૦૦ થી વધુ દિવ્યાંગ ભાઈઓ-બહેનો માટેના દાંડીયારાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં અનેક દિવ્યાંગોએ દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી.


 જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા દિવ્યાંગ ભાઈ-બહેન કે જે તમામ નું સંગઠન આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ ના સત્તારભાઈ દરજાદા, ગૌરીબેન પંગર તેમજ વિજયભાઈ વોરા ના પ્રયાસોથી નગરના દિવ્યાંગો માટે દાંડિયા રાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ૨૦૦ થી વધુ જુદા જુદા અસ્થિ વિષયક એવા નાના-મોટા દિવ્યાંગ ભાઈ-બહેનો, બાળકો જોડાયા હતા. અને દાંડીયારાસ ના કાર્યક્રમમાં જોડાઈને નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરી હતી.


રંગતાળી ગ્રુપ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શહેરના દિવ્યાંગોને મુખ્ય ધારામાં ભેળવવા માટે નો પ્રયાસ કરાયો હતો, જેના ભાગરૂપે આ દાંડિયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ને દિવ્યાંગ ભાઈ બહેનોને ગિફ્ટ તેમજ અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી.


આ દાંડીયારાસ મહોત્સવમાં પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, જામનગર ના વેપારી અગ્રણી અને લોહાણા જ્ઞાતિના પ્રમુખ શ્રી જીતુભાઈ લાલ, અગ્રણી ઉદ્યોગપતિ શ્રીઓ.પી. મહેશ્વરી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, અને દિવ્યાંગોને પુરસ્કાર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application