મેટોડા જીઆઇડીસી પાસે આઇશરે હડફેટે લેતા રાજકોટના સગીરનું મોત

  • November 17, 2023 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં મવડી વિસ્તારમાં આવેલા ઉદયનગરમાં રહેતો ૧૬ વર્ષનો સગીર બાઈક લઇ મેટોડા મિત્ર પાસે ગયો હતો દરમિયાન સાંજના અહીં આઈસરે બાઈકને ઠોકરે લેતા ગંભીર ઇજા થવા સબબ સગીરનું મોત થયું હતું. ૧૬ વર્ષનો આ સગીર દિવાળીનો તહેવાર હોય કપડાં લેવા માટે મિત્ર પાસેથી પૈસા લેવા જતો હતો દરમિયાન આ બનાવ બન્યો હતો.


અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મવડી વિસ્તારમાં આવેલા ઓમનગર પાસે ઉદયનગરમાં રહેતો વિવેક હિતેશભાઈ રાઠોડ (ઉ.વ ૧૬) નામનો સગીર ગત તારીખ ૧૧/૧૧ ના રોજ મેટોડા જીઆઇડીસી પાસે સાંજના છ વાગ્યા આસપાસ બાઇક લઇ પસાર થતો હતો ત્યારે અહીં મેટોડા જીઆઇડીસીમાં ગેટ નંબર બે ઇવીટા કંપની પાસે ચોકમાં પહોંચતા આઇસર નંબર જીજે૧૯ વાય૧૩૫૭ ના ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન રોડ પર પટકાયો હતો અને તેને છાતીના ભાગે તથા માથાનાભાગે ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ વિવેકનું મોત થયું હતું. બનાવની જાણ થતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
​​​​​​​
અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અકસ્માતમાં મોતને ભેટનાર સગીર બે ભાઈના પરિવારમાં નાનો હતો તેના પિતા ગોંડલ રોડ પર શક્તિમાન કારખાનામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે યુવાન ઘરેથી મેટોડા જીઆઇડીસી મિત્ર પાસેથી પૈસા લેવાના હોય અને કપડાં ખરીદવા હોય માટે મેટોડા જીઆઇડીસી જાવ છું તેમ કહી નીકળ્યો હતો બાદમાં તેના મિત્રનું બાઈક લઇ તે અહીં મેટોડા જીઆઇડીસી આવ્યો હતો દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. આ અંગે સગીરના પિતા હિતેશભાઈ નટુભાઈ રાઠોડ(ઉ.વ ૪૮) ની ફરિયાદ પરથી મેટોડા જીઆઇડીસી પોલીસે આઇસર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application