શહેરના લલુડી વિસ્તારમાં રાત્રિના જાહેરમાં ગાળો બોલી રહેલા શખસોને સમજાવવા જતા આ શખસોએ ઉશ્કેરાઇ આધેડને મારમાર્યેા હતો.હત્પમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે યુવાનની ફરિયાદ પરથી ચાર શખસો સામે ગુનો નોંધ્યો છે. બીજી તરફ રાત્રિના જાહેરમાં થયેલી મારામારીની આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, લલુડી વોકળી શેરી નંબર ૧૬ ધોબી ચોક પાસે રહેતા અનવરભાઈ બાબુભાઈ શેખ (ઉ.વ ૪૮) નામના આધેડે ભકિતનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગૌરવ ઉર્ફે ગવો ચુડાસમા,ધવલ વાણંદ, રાજેશ ઉર્ફે રાજભા પટેલ અને લાલો રાવળના નામ આપ્યા છે.આધેડે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના પોણા બારેક વાગ્યા આસપાસ તે ઘરમાં હતા ત્યારે તેનો પુત્ર નિહાલ દોડતો દોડતો ઘરમાં આવ્યો હતો અને કહ્યું હતું કે,આપણા ઘરની બાજુમાં શેરીમાં ગૌરવ ઉર્ફે ગવો, ધવલ, રાજેશ, લાલો જોર જોરથી ગાળો બોલતા હોય જેથી મેં તેમને ના પાડતા તેઓ મારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા.
આ સાંભળી આધેડ ઘર બહાર શેરીમાં નીકળી આ ચારેય શખસોને સમજાવવા ગયા હતા. દરમિયાન આ શખસોએ આધેડ સાથે પણ ઝઘડો કરી તેમને ઢીકાપાટુનો માર્યેા હતો તેવામાં ગૌરવ ઉર્ફે ગવાએ લોખંડનો પાઇપ લઇ કપાળનાભાગે મારી દીધો હતો દરમિયાન અનવરભાઈના પરિવારજનો અહીં આવી જતા આ શખસો અહીંથી નાસી ગયા હતા.
ત્યારબાદ આધેડને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ ફરિયાદના આધારે ચારેય આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૨૪, ૩૨૩,૫૦૪, ૧૧૪ અને જીપીએકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.રાત્રિના થયેલી મારામારીની આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMપોલીસે દારુની ભઠ્ઠીનો નાશ કરી વનવિભાગનું વધુ એક વખત નાક કાપ્યુ !
December 23, 2024 02:31 PMકમલાબાગ પોલીસ સ્ટેશન પાસે હવે ‘હીટ એન્ડ ફન’ ની વિચિત્ર ઘટના બની!
December 23, 2024 02:29 PM‘અમારી માધવાણી કોલેજ રાબેતા મુજબ ચાલુ છે, અફવામાં આવવુ નહીં’
December 23, 2024 02:28 PMપોરબંદરના ગ્રામ્યપંથકમાં નવ કરોડથી વધુના રસ્તાના થયા ખાતમુહૂર્ત
December 23, 2024 02:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech