શહેરમાં વધુ એક પોલીસ કસ્ટોડિયલ ડેથ? આધેડનું પીસીઆરમાં લઈ ગયા બાદ મોત

  • May 03, 2024 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબી રોડ પરના વેલનાથપરા શેરી નં.૧૯માં રહેતા અમરશીભાઈ કાનજીભાઈ સિતાપરા નામના આધેડ સિકયુરિટી ગાર્ડને ગત તા.૧૨ના રોજ કુવાડવા પોલીસ પીસીઆરમાં લઈ ગયા બાદ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા અને સારવાર બાદ મૃત્યુ થતા મૃતકના પુત્રએ પોલીસ સામે આક્ષેપો સાથે પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી છે.

અરજીમાં જરાવ્યા મુજબ પિતા અરશીભાઈ ગત તા.૧૨–૪ના રોજ ઘરેથી નીકળ્યા હતા. અને ગૌરીદળ પાસે રાણીમા રૂડીમાં મંદિર નજીક વીડીની અવાવરૂ જગ્યાએથી અમરશીભાઈ ખુલ્લ ાપગે ધૂળવાળા કપડાં, શરીરે ઉઝરડાના નિશાન સાથે અર્ધ બેશુધ્ધ હાલતમાં બેડી ચોકડી પાસે મળી આવતા સારવારમાં સિવિલમાં ખસેડયા હતા. ત્યા તેમણે મને પડખાના ભાગે બહત્પં દુ:ખે છે, મને બહત્પ માર મારેલ છે તેવું બોલતા હતા. ત્યારબાદ તા.૧૮–૪ના રોજ તેમનું અવસાન થયું હતું.

તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે, અમરશીભાઇ તા.૧૨–૪ના ગૌરીદડ મુકામે ચાલી રહેલી સાહમાં સિકયુરિટી ગાર્ડ તરીકે ગયા હતાં ત્યાં માથાકૂટ થતાં પીસીઆર લઇને પોલીસ આવી હતી. અમરશીભાઇને ચાર વ્યકિત લઇ ગયા હતાં.બાદમાં તેઓ અર્ધબેશુધ્ધ હાલતમાં બેડી ચોકડી પાસે મળી આવ્યા હતાં અને પાંચ દિવસ સારવાર બાદ તા.૧૮ના મૃત્યુ થયું હતું. પીએમ રીપોર્ટમાં કાડિર્યાક બ્રેઇન સ્ટ્રોક કારણે નહીં પરંતુ મલ્ટીપલ ઈંજરી, લીવર તથા આંતરડાના ભાગે ઇજાથી તથા માથામાં હેમરેજ થતાં થયાનો રિપોર્ટ આવતા મોત કુદરતી નહીં પરંતુ માર મારવાથી થયાનું દ્રઢ માનવું છે.

પુરી શંકા છે કે પોલીસના માર કે આવા કારણોસર મૃત્યુ થયું હોય જેથી તટસ્થ તપાસ, સીસીટીવી ફટેજ ચેક કરાવીને જવાબદારો સામે પગલા ભરવા માગણી કરાઇ છે. રજુઆત મુજબ જો પોલીસના મારથી ડેથ થયું હોય તો શું રાજકોટ સિટીમાં માલવિયાનગર પોલીસ મથકમાં કસ્ટોડિયલ ડેથ બાદ ફરી કુવાડવા રોડ પોલીસમાં આવું બનાવથી વધુ એક કસ્ટોડિયલ ડેથ રાજકોટ શહેરમાં થયું હશે ? તેવી ચર્ચાએ જોર પકડયું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application