ભાડલામાં સરકારી ખેતીની જમીન ખાલી કરવા બાબતે આધેડનો ઝેર પી આપઘાત

  • June 01, 2024 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણના ભાડલામાં તળાવના કાંઠે આવેલી સરકારી જમીન ખાલી કરવા તંત્રએ નોટિસ ફટકારતા આધેડે આપઘાતનો પ્રયાસ કરતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારે સરકારી તંત્ર સામે કેટલાક આક્ષેપો કરી વિવિધ માંગણીઓ સો લાશ સ્વીકારવાનો ઇન્કાર કરતા હોસ્પિટલના પીએમ રૂમે ટોળા એકઠાં યા હતા. બનાવના પગલે ભાડલા પોલીસ દોડી ગઈ હતી.
​​​​​​​
પ્રાપ્ત માહિતી મુજબ ભડાલા ગામે રહેતા રામજીભાઈ ભલાભાઈ વાઘેલા (ઉ.વ.૫૫) નામના આધેડે ગત તા.૩૦ના રોજ સરિતા વિહાર તળાવ કાંઠે આવેલી વાડીએ ઝેરી દવા પી લેતા સારવાર માટે પ્રમ જસદણ બાદ ત્યાંી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ગત રાત્રે દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભાડલા પોલીસને જાણ કરતા પોલીસએ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકે પાંચ ભાઈ બે બહેનમાં ત્રીજા નંબરે હતા. અને સંતાનમાં બે દીકરા બે દીકરી છે. પરિવારજનોએ હોસ્પિટલના પીએમ રૂમએ લાશ સ્વિકારવાનો ઇન્કાર કરી હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, તળાવના કાંઠે આવેલી પાંચ એકર જમીન ૪૦ વર્ષી વાવણી કરીએ છીએ. જમીન ખાલી કરાવવા માટે જસદણના સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ અનેક વખત આવી અને પૈસાની માંગણી કરી હતી અને જો પૈસા નહીં આપો તો જમીન ખાલી કરવી પડશે તેવી ધમકી પણ આપી હતી. તળાવમી કાપ કાઢી ખેતરમાં નાખતા હતા ત્યારે પણ અધિકારીઓ આવી તેમ મંજૂરી વગર કાપ કાઢો ચો કહી ધમકાવતા હતા. જમીન ખાલી કરાવે તો આખો પરિવાર ક્યાં જઈએ કહી વળતર આપવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની સહિતની કેટ્લીક માંગણીઓ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application