મોરબી પ્રિ-મોન્સૂનની કામગીરી સંદર્ભે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસને બેઠક યોજાઈ

  • May 17, 2024 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રિ-મોન્સુન કામગીરી અન્વયે આગોતરી તૈયારીઓના ભાગરૂપે મોરબી જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ચોમાસા પૂર્વે અને ચોમાસાની સિઝન દરમિયાન કરવાની તી કામગીરીઓના આયોજન અને જરૂરી વ્યવસઓની તૈયારીઓ બાબતે બેઠક યોજાઈ હતી.

જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરીએ જણાવ્યું હતું કે, આગામી તા.૧ જૂની તમામ તાલુકા મકે કંટ્રોલરૂમ કાર્યરત કરી અને વરસાદલક્ષી બાબતોની જરૂરી વિગતો જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમને સમયસર પૂરી પાડવા આયોજન કરવામાં આવે. તાલુકા કક્ષાએ ચોમાસા દરમિયાન આપત્તિ વ્યવસપન, સ્ળાંતર, પૂર અને વાવાઝોડાની સ્િિતમાં કરવાની તી કામગીરી માટે રાહત અને બચાવ, નુકસાનીનો સર્વે, વીજ પુરવઠો અને માર્ગોને પૂર્વવત કરવા માટે શક્ય હોય તેટલી વધુ ઝડપી કામગીરી ાય તે જરૂરી છે. માનવ અને પશુ મૃત્યુના કિસ્સામાં સહાય-વળતરની રકમ શક્ય હોય તેટલી વધુ ઝડપી ચૂકવવામાં આવે તે બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવા જણાવ્યું હતું.

દરેક તાલુકા કક્ષાએ સનિક તરવૈયાઓ, બુલડોઝર, ટ્રેકટર સહિતના વાહનો, ડ્રાઇવરના સંપર્ક નંબર સોની વિગતો અદ્યતન અને હાવગી રાખવામાં આવે. સ્ળાંતર અને રાહત બચાવના કિસ્સામાં જે સ્ળોનો આશ્રયસન તરીકે ઉપયોગ કરવાનો હોય તેની પ્રામિક સુવિધાઓની ચકાસણી અગાઉી જ કરી લેવામાં આવે તે સુનિશ્ચિત કરી લેવું જરૂરી છે. આ બેઠકમાં જિલ્લાના તમામ ડેમ ખાતેના વાયરલેસ સહિતના દુરસંચારના ઉપકરણો કાર્યરત હોય, ડેમ સુધી જવાના માર્ગો કાર્યરત હોય તેની ચકાસણી કરવી અને ડેમમાંી પાણી છોડવામાં આવે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાંી સ્ળાંતર સહિતની કામગીરી અગાઉી જ કરવામાં આવે તે અંગે વિશેષ કાળજી રાખવા પણ જણાવાયું હતુ. 

જિલ્લાના પર્યટન સ્ળો કે નદી, ડેમ જેવા સ્ળો પર નાગરિકો પાણીમાં નહાવા ન જાય તે માટે વાંચી શકાય તે રીતે આવશ્યક બોર્ડ લગાડવામાં આવે અને તકેદારીના યોગ્ય પગલા ભરવામાં આવે તે માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી.

મોરબીમાં હોર્ડિંગ ઉડીને અડાતાં બાઈકસવાર ઈજાગ્રસ્ત



મોરબી: મોરબીમાં છેલ્લા ત્રણ દિવસી રોજ બપોર પછી ભારે પવન ફુંકાય છે જેના કારણે મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક પવની હોર્ડિંગ ઉડીને બાઈક સો અડાતા બાઈક સવાર ઈજાગ્રસ્ત યો હતો. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે પવન સો કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે ગુરુવારે બપોરબાદ મોરબી શહેરના વાતવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવન સો વરસાદ શરૂ યો હતો ત્યારે મોરબીની મહેન્દ્રનગર તરફી બાઈક લઈને જતા દીપકભાઈ નામના બાઈક ચાલક પીપળી રોડ ઉપર તેના સેનેટરી વેર્સના સ્ળે જઈ રહ્યા હતા ત્યારે અચાનક ફુંકાયેલ પવની એક હોર્ડીંગ ઉડી રોડ પર પહોંચ્યું હતું અને તે દરમ્યાન રોડ પરી પસાર ઈ રહેલા દીપકભાઈ નામના બાઈક ચાલક સો અડાતા બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર ર્એ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મોરબીમાં અડધો ઇંચ-ટંકારામાં સવા ઇંચ વરસાદ



મોરબી: હવામાન વિભાગ દ્વારા તા.૧૬ સુધીની કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અગાઉ ૧૩ તારીખે કમોસમી વરસાદ બાદ બે દિવસ વરસાદના વિરામ બાદ આજે ફરીી મોરબી જીલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં મોરબીમાં અડધો ઇંચ અને ટંકારામાં ધોધમાર સવા ઇંચ વરસાદ વરસ્યો હતો તો ટંકારા આઈટીઆઈમાં નુકશાન વા પામ્યું છે પવન સો વરસાદ શરુ યો હતો મોરબી ઉપરાંત આસપાસના ગ્રામ્ય પંકમાં અને ટંકારામાં પણ વરસાદ વરસ્યો હતો માત્ર બપોરે ૨ કલાકમાં મોરબીમાં ૧૦ મીમી અને ટંકારામાં ૩૩ મીમી વરસાદ નોંધાયો હતો મોરબી શહેર તેમજ સામાકાંઠા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો અને આસપાસના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો
વરસાદને કારણે આઈટીઆઈમાં નુકસાન
ટંકારા પંકમાં ભારે પવન અને વરસાદને કારણે આઈટીઆઈમાં નુકશાન વા પામ્યું હતું. આઈટીઆઈ પર લગાવેલ સોલાર પેનલમાં ભારે નુકશાન જોવા મળ્યું હતું સો જ આસપાસના વૃક્ષો પડી ગયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application