જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને "બેટી બચાઓ બેટી પઢાઓ" યોજનાની જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટીની યોજાઈ બેઠક

  • July 15, 2023 07:55 PM 

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને "બેટી બચાઓ બેટી પઢાઓ" યોજનાની જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. 
    
આ બેઠકમાં “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત વર્ષ દરમિયાન થયેલા જન જાગૃત્તિનાં જુદાજુદા કામોની સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી અવનીબેન દવેએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા યોજનાની માહિતી જેવી કે, મિશન શક્તિ યોજનાનાં ઘટકો, યોજનાનો ઉદ્દેશ સહિતની માહિતી, સખી વન સ્ટોપ સેન્ટર અને પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર દ્વારા થયેલ અવેરનેસ કાર્યક્રમો, નોંધાયેલા કેસ અને તેના નિરાકરણ અંગે માહિતી આપી હતી. તેમજ “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતર્ગત આગામી વર્ષ દરમિયાન કરવાના થતા કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
    
ઉપરાંત વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન યોજના અંતર્ગત થયેલાં જુદા જુદા કાર્યક્રમ જેવા કે, દીકરી વધામણાં કીટ, કિશોરીઓ સાથે પરિસંવાદ, કિશોરી મેળા, ડાન્સ વિથ ડોટર કાર્યક્રમ, મહિલા ગ્રામ સભા, સિગ્નેચેર ડ્રાઈવ સહિતના જન જાગૃતિ અર્થે કરવામાં આવેલી કામગીરી અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં મહિલા અને બાળ વિકાસ કચેરી, સખી વન સ્ટોપ, સમાજ સુરક્ષા કચેરી, આઈ.સી,.ડી.એસ. અને પોલીસ વિભાગ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application