હાથબ ગામે રહેતી પરિણીતાનો બે દિકરીઓ સાથે આપઘાતનો પ્રયાસ

  • November 28, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લાના થોથા તાબેના હાથબ ગામે ખેત શ્રમજીવી પરિવારની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર તેની બંને પુત્રી સાથે રાખી પ્રથમ બંને દિકરી પછી પોતાની માથે જવલંનશીલ પદાર્થ છાંટીની પરિણીતાએ દિવાસળી ચાંપી જાતેથી સળગી-સળગાવી દેતા ગંભીર હાલતે ત્રણેયને ભાવનગરની સારવાર અર્થે સર ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  ભાવનગર જિલ્લાના હાથબ ગામે આવેલ હાથબ બંગલા પાસે એક વાડીમાં ભાવેશ ભરત ગોહિલ નામના ખેત શ્રમજીવી યુવાન તેની પત્ની નીતા ઉર્ફે નયના (ઉ.૩૨), પુત્રી પ્રતિક્ષા (આ.ઉ.મ.૯) તથા નાની પુત્રી ઉર્વીશા (આ.ઉ.મ.૫) સાથે રહે છે, આજે સવારના સમયે કોઈ અગમ્ય કારણોસર ભાવેશભાઈની પત્ની નીતા ઉર્ફે નયનાએ સૌપ્રથમ તેના પર કોઈ જવલનશીલ પ્રવાહી છાંટીને ત્યાર બાદ તેની નવ વર્ષીય પુત્રી પ્રતિક્ષા તથા ઉર્વીશાને ઉપર પણ પેટ્રોલ જેવું પ્રવાહી છાંટી કાંડી ચાપી દેતા મહિલા તથા તેની બંને પુત્રીઓ ભળભળ સળગી ઊઠયા હતા.  ઘટનાની જાણ પતિ ભાવેશ તથા આસપાસના રહીશોને થતા સૌ દોડી ગયા હતા અને પરિણીતા તથા સંતાનો પર લાગેલી આગ બુજાવી તત્કાલ સારવાર અર્થે સૌપ્રથમ કોળીયા સીએચસી સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા, જયાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News