વિદેશી દારૂ અને બિયર જથ્થા સાથે મોટી પાણીયાળી શખ્સ ઝડપાયો

  • January 25, 2024 07:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાના મોટી પાણિયાળી ગામે પોતાના રહેણાંકી મકાનમાં એક શખ્સને વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે હોવાની બાતમીના આધારે રેડ કરી પાલીતાણા રૂરલ પોલીસે શખ્સને ઝડપી લીધો હતો. મોટી પાણિયાળી ગામે શખ્સએ પોતાના રહેણાક મકાને છુપાવેલી વિદેશી દારૂની અને બિયર ટીન મળી કુલ રૂ.૭૫,૬૦૦ નો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.


આ અંગે પાલીતાણા રૂરલ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર પાલીતાણા રૂરલ પોલીસ મથકનો સસ્ટાફ પોતાના પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન ફરતા ફરતા મોટી પાણીયાળી ગામ પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે મોટી પાણીયાળી ગામ ખાતે રહેતા ગોપાલભાઈ નાનુભાઇ મકવાણા (રહે. મોટી પાણીયાળી તા. પાલીતાણા)એ મોટી પાણીયાળી ગામ ખાતે આવેલ બસ સ્ટેન્ડ પાસે આવેલ તેઓના બંઘ રહેણાક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થ રાખેલ હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા રહેણાક મકાન ખાતે એક શખ્સ હાજર મળી આવતા પોતે પોતાનુ નામ ગોપાલભાઈ નાનુભાઇ મકવાણા (ઉ.વ.૪૧ રહે.મો ટી પાણીયાળી ગામ તા.પાલીતાણા) જણાવેલ અને તેના રહેણાક મકાને તપાસ કરતા મકાનની અંદર રૂમમા ખાખી કલરના ખોખા જોવા મળતા જે ખોલી જોતા જે તમામ ખોખામા વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જે અંગે પોલીસે વિદેશી દારૂની ૭૫૦ એમએલની બોટલ નંગ.૨૨૮ જેની કુલ કિ.રૂ. ૬૮,૪૦૦ તેમજ બિયરના ૫૦૦ એમએલના ટીન નંગ ૭૨ જેની કુલ કિંમત રૂપિયા ૭૨૦૦ મળી કુલ રૂપિયા ૭૫,૬૦૦ નો મુદ્દામાલ કબજે કરી શખ્સને ઝડપી લઇ તેના વિરુદ્ધ પ્રોહીબીશન કલમ હેઠળ ગુનો દાખલ કરાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application