ઘરઆંગણે શાકભાજીની સાથે ગાંજાનું વાવેતર કરનાર શખ્સ ઝડપાયો

  • August 21, 2024 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના બોરતળાવ,મફતનગરમાં એક શખ્સે શાકભાજીની  સાથે ગાંજાના છોડનું પણ વાવેતર કર્યું હોવાની બાતમી મળતા પોલીસે રેડ પાડી રૂા.૧,૧૯,૬૦૦ની કિંમતના ૨૩ કીલો વજન ધરાવતા ૫૮ છોડ કબજે કરી ગાંજાનું વાવેતર કરનાર શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.
એસઓજીને બાતમી મળી હતી કે, બોરતલાવ મફતનગરમાં રહેતા રામજી ઉર્ફે રામદાસ જેસીંગ પરમાર નામના શખ્સે તેના ઘર પાસેના ફળીયામાં શાકભાજીનું વાવેતર કર્યું છે તેમાં સાથે ગાંજાના છોડ પણ વાવ્યા છે એટલે પોલીસે બાતમીના આધારે રેડ પાડતાં આ શખ્સે તેના ઘર પાસે ૩૦થી ૩૫ ચો.મી.ના વિસ્તારમાં ભીંડો, મરચા અને ટમેટા વાગ્યા હોવાનું અને તેમાં છુટા છવાયા ગાંજાના છોડ પણ વાવેલા હોવાનું જોવા મળ્યું હતું એટલે પોલીસે એફએસએલની ટીમને સ્થળ પર બોલાવી હતી.
પોલીસે કુલ ૫૮ ગાંજાના છોડ કબજે કર્યા હતા અને તેનું વજન કરવામાં આવતાં તે૨૩ કીલો હોવાનું અને તેની કિંમત રૂા.૧,૧૯,૬૦૦ થતી હોય પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેની સામે એનડીપીસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ તેને ગાંજાની આદત હોવાનું અને જરૂર હોય તો તેનું વેંચાણ પણ કરતો હોવાની કબૂલાત કરી હતી.

    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News