રૂા.૩૧.૨૭ લાખનાં દારૂ બીયર ભરેલા ટ્રક સાથે એક શખસ ચોટીલા હાઇવે ઉપરથી ઝડપાયો

  • December 13, 2024 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાની લાઇન છોડી ઝાલાવાડમાં મોટી લાઇન નેશનલ હાઈવે ઉપર ફરી ઈંગ્લીશ દાનાં ધંધાર્થીઓનું નેટવર્ક શ થયેલ છે. ટૂંકા દિવસો મા જ ચોટીલા વિસ્તારમાં બીજી કન્ટેનર ટ્રક ભરેલા ૪૧. ૪૨ લાખનાં બીયર દાનાં મુદ્દામાલ સાથે આરોપી ઝડપાતા ચકચાર જગાવી છે.
પ્રા માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લ ા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે પીઆઈ જે. જે. જાડેજા, પીએસઆઇ જે.વાય. પઠાણ તથા સ્ટાફ દ્રારા ચોટીલા હાઇવે ઉપર ખાસ પેટ્રોલીંગ ગોઠવી રાજકોટ હાઇવે પર મહાવીરપુરમ મંદીર પાસેથી કન્ટેનર ટ્રકમાં લઈ જવાતો ગેરકાયદેસર ઈંગ્લીશ દાની બોટલ નગં ૮૬૪ તથા બીયર કૂલ.નગં ૨૩,૧૬૦, .૩૧,૨૭,૫૩૬ તથા ટ્રક, મોબાઇલ ફોન તેમજ અન્ય મુદામાલ મળી . ૪૧,૪૨, ૫૩૬ ના મુદ્દામાલ સાથે રાજસ્થાનનાં બાડમેર જીલ્લ ાનાં પોની ચોકીદાણી ગામનો ટ્રક ચાલક આરોપી દોલારામ અમરારામ પરામ ને ઝડપી પુછપરછ હાથ ધરેલ હતી પકડાયેલ આરોપી પાસેથી પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળેલ કે પકડાયેલ દાનો જથ્થો રાજસ્થાનના સાંચોરના રહીશ બલવીરસીગ ઉર્ફે બજરગં રાજુરામ જાટ એ ભરી આપેલો જે પંજાબ થી મોરબીના અજાણ્યા માણસો ને ટેલીફોનીક સંપર્કનાં આધારે પહોંચાડવાનો હતો અને અગાઉ આવી બે ખેપ મારી ચુકેલ હોવાનું અને ત્રીજા ફેરામાં પોલીસનાં હાથે ચડી ગયાની હકીકત ખુલી છે.
થોડા દિવસો પહેલા ચોટીલા હાઇવે ની એક હોટલના ગ્રાઉન્ડમાં પડેલ ટેન્કરમાંથી ઈંગ્લીશ દાનાં મુદ્દામાલ સાથે એક શખ્સ ને સ્ટેટ વિજીલન્સની ટીમે ઝડપી પાડેલ હતો ફરી એલસીબી દ્રારા ટ્રક ભરી જથ્થો પકડાતા સૌરાષ્ટ્ર્રનાં દાનાં ધંધાર્થીઓ દ્રારા દસાડા પાટડી તરફની નાની લાઇન છોડી ને નેશનલ હાઈવે ઉપરની મોટી લાઇન શ કરાયાની ચર્ચા છે.
પકડાયેલા આરોપીનાં સાત દિવસનાં રીમાન્ડ મેળવી તપાસ
પોલીસે પકડાયેલ જથ્થો મંગાવનાર બુટલેગર તેમજ ભરી આપનાર સહિતનાં તમામ આરોપી સુધી  કોણ અને જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં કઇં પધ્ધતી કામ કરે છે તેના મૂળ સુધી પહોંચવા પકડાયેલ ચાલક એવા આરોપીનાં કોર્ટ માંથી સાત દિવસનાં રીમાન્ડ મેળવી સઘન તપાસ હાથ ધરેલ છે.
બીયર ટીનનો મોટો જથ્થો ટ્રક માંથી મળી આવ્યો
ચોટીલા નજીક ઝડપાયેલ ટ્રકમાંથી પોલીસને કીંગફીશર સ્ટ્રોગ પ્રિમીયમ બીયર ટીન નંગ–૫૩૭૬, હેવર્ડ ૫૦૦૦ સુપર સ્ટ્રોગ બીયર ટીન નંગ–૬૨૧૬, ટયુબર્ગ પ્રિમીયમ સુપ્રિમ ડેનીશ બીયર ટીન નંગ– ૧૧૫૬૮ મળી કુલ ૨૩.૧૬૦ ટીન સાથે ઓલ સીઝન ગોલ્ડ કલેકશન રીજવે વ્હીસ્કી બોટલ નંગ–૮૬૪ પોલીસનાં હાથે લાગેલ હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News