જામનગર જીલ્લાની બે મોટરસાયકલ ચોરીમાં એક શખ્સ ઝડપાયો

  • February 05, 2025 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેર તથા લાલપુરમાં થયેલી બે મોટરસાયકલ ચોરીના ભેદ ઉકેલીને એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે.
જીલ્લામાં અનડીટેકટ ગુના શોધી કાઢવા એસપી દ્વારા સુચના કરવામાં આવતા એલસીબી પીઆઇ લગારીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના દિલીપભાઇ, અરજણભાઇ, રૂષીરાજસિંહને મળેલ બાતમી આધારે લાલપુર ૬૬ કેવી પાસે મુળ હરીપર ગામના મેહુલ ઉર્ફે રામલો જીતેશ પરમારના કબ્જામાંથી ચોરી કરી મેળવેલ સ્પ્લેન્ડર નં. જીજે૧૭-જે-૮૬૮૬ તથા બાઇક નં. જીજે૧૦સીસી-૫૩૭૨ સાથે પકડી પાડયો હતો. પુછપરછ કરતા લાલપુર અને જામનગર સીટી-એ ડીવીઝન વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી થયેલ જે ગુના શોધી કાઢવામાં આવ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application