વઢવાણ નજીક ડી માર્ટના શો મ પાસે સાંજે પગપાળા જઇ રહેલા પ્રૌઢને અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયા હતાં.જેથી તેમને સારવાર માટે પ્રથમ સુરેન્દ્રનગર બાદમાં રાજકોટ લાવવામાં આવતા અહીં સારવાર દરમિયાન પ્રૌઢનું મોત થયું હતું.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,વઢવાણમાં નવા દરવાજા પાસે ધોરીપર પાસે રહેતા ભરતભાઇ વશરામભાઇ ચારોલા(ઉ.વ ૫૪) નામના કોળી પ્રૌઢ સાંજના ચાલીને વઢવાણ નજીક પેટ્રોલ પપં પાસે આવેલા ડી માર્ટના શો મ પાસેથી પસાર થતા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતાં.જેથી તેમને પ્રથમ સુરેન્દ્રનગર બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.અહીં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.બનાવની જાણ થતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરી કાર્યવાહી કરી હતી.પ્રૌઢ ત્રણ ભાઇ એક બહેનના પરિવારમાં મોટા હતા અને અપરિણીત હતાં.તેઓ અહીં વઢવાણ બહાર આવેલા પ્રેટ્રોલ પપં નજીક કારના શો મમાં નોકરી કરતા હતાં.તેઓ સાંજના અહીં શોમથી છુટી ઘરે જતા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. જયારે અન્ય એક બનાવમાં જામગનરમાં મેઘપર ગામે રહેતો સતીનાથ નામના યુવાનનો ૩ વર્ષનો પુત્ર શુભોદિપ ગઇકાલે બપોરના અકસ્માતે ગરમ પાણીના તપેલામાં પડી જતા તે દાઝી ગયો હતો.જેથી તેને સારવર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના બર્નસ વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીની મતગણતરી, પ્રથમ રાઉન્ડમાં સમરસ પેનલના પરેશ મારુ આગળ
December 20, 2024 05:25 PMપાર્સલ મગાવતા પહેલા ચેતજો, પાર્સલ ખોલતા જ માથું કપાયેલી લાશ મળી, જોતા જ મહિલાનું મગજ ચકરાવે ચડી ગયું
December 20, 2024 05:18 PMસુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન બન્યું, જાણો શું કામ એવોર્ડ મળ્યો?
December 20, 2024 04:53 PMક્યારેક કાશી, ક્યારેક અયોધ્યા, ક્યારેક સંભલ... દરેક સમયે હિંદુ મંદિરો તોડવામાં આવ્યાઃ સીએમ યોગી
December 20, 2024 04:50 PMજામનગર બાર એસોસિએશનમાં આજે સાંજ સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા
December 20, 2024 04:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech