જસદણમાંથી સગીરાને ભગાડી વડોદના શખસે દુષ્કર્મ આચયુ

  • December 28, 2024 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જસદણમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને અહીંના વડોદ ગામે રહેતો શખસ મિત્રની મદદથી ભગાડી ગયો હતો.બાદમાં સગીરાને મિત્રના ઘરે રાખી તેના પર દુષ્કર્મ આચયુ હતું.બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી મુખ્ય આરોપીને ઝડપી લઇ સગીરાને મુકત કરાવી હતી.બાદમાં તેના મેડિકલ રિપોર્ટ બાદ આરોપી અને તેની મદદગારી કરનાર તેના મિત્ર સામે દુષ્કર્મ,અપહરણ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી અન્ય આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,જસદણમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને ગત તા.૧૪ ના કોઇ ભગાડી ગયા અંગે તેના વાલીએ પોલીસે જાણ કરતા જસદણ પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા શોધખોળ શ કરી હતી.દરમિયાન સગીરા જસદણના વડોદ ગામેથી મળી આવી હતી.તેને ભાગાડી જનાર શખસ વડોદ ગામનો જ રાહત્પલ રમેશભાઇ ઓળકીયા હોવાનું માલુમ પડયું હતું.જેની પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં નિયમ મુજબ સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવતા તેના પર દુષ્કર્મ થયાનું માલુમ પડયું હતું.
આ અંગે તપાસનીશ અધિકાર જસદણ પોલીસ મથકના પીઆઇ ટી.બી.જાનીએ વિગતો આપતા જણાવ્યું હતું કે,સગીરાનો પરિવાર પણ અગાઉ વડોદ ગામે જ રહેતો હતો. જેથી સગીરા અને આરોપી બંને એકબીજાને ઓળખતા હતાં.દરમિયાન આરોપી સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો.આ સમયે વડોદ ગામે રહેતા તેના મિત્ર જશા ભોળાભાઇ ઓળકિયાએ સગીરાને ભગાડી જવામાં તેની મદદગારી કરી હતી.બાદમાં આરોપીએ સગીરાને મિત્ર જશાના ઘરમાં જ રાખી તેના પર દુષ્કર્મ આચયુ હતું.આ અંગે સગીરાના વાલીની ફરિયાદ પરથી પોલીસે રાહત્પલ રમેશભાઇ ઓકળીયા અને ગુનામાં તેની મદદગારી કરનાર તેના મિત્ર જશા ભોળાભાઇ ઓકળીયા સામે દુષ્કર્મ,અપહરણ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી રાહત્પલની ધરપકડ કરી હતી.જયારે અન્ય આરોપી જશા ઓળકીયાને ઝડપી લેવા શોધખોળ યથાવત રાખી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application