ચાવડીગેટ નજીકથી વિદેશી દારૂ સાથે સિંધુનગરનો શખ્સ ઝડપાયો

  • September 11, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એલસી બીએ શહેરના ચાવડી ગેટ પોલીસ ચોકી નજીકથી દારૂની  ૧૪ બોટલ  સહિત કુલ કિ.રૂ.૩૪,૮૧૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સને  ઝડપી લીધો હતો.
ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ માં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, અજય મહેશભાઇ કુકરેજા રહે. સિંધુનગર, ભાવનગર ટાવેરા કાર નંબર- જી. જે. ૧૮ એ એચ ૬૯૫૧માં બહારથી દારૂનો જથ્થો ભરીને રેલ્વે સ્ટેશન રોડ, અલ્કા ટોકિઝથી વડવા તલાવડીથી પસાર થનાર છે.જે બાતમી આધારે ચાવડી ગેટ પોલીસ ચોકી પાસે વોચ રાખી અજય મહેશભાઇ કુકરેજા (ઉ.વ.૩૮ રહે. પ્લોટ નં.૧૩૬, નવા સિંધુનગર, સ્મશાન રોડ, ભાવનગર)ને ઝડપી લઈ જહોની વોકર રેડ લેબલ સ્કોચ વ્હીસ્કી ૧ લીટર બોટલ નંગ-૦૨ કિં.રૂ.૪,૯૦૦,      જેક ડેનીયલ ઓલ્ડ નં.૭ બ્રાન્ડ વ્હીસ્કી ૭૫૦ ખક બોટલ નંગ-૬ કિં.રૂ.૧૯,૫૦૦,  મેકડોવેલ્સ નં.૦૧ સુપ્રીમ સ્પેશીયલ વ્હીસ્કી ૧ લીટર બોટલ નંગ-૦૩ કિં.રૂ.૨,૨૫૦, રોયલ સ્ટેગ ડીલક્ષ વ્હીસ્કી ૩૭૫ ખક બોટલ નંગ-૦૨ કિં.રૂ.૭૬૦,  જે  બી જસ્ટીરીની  બ્રુકસ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી  બોટલ નંગ-૧ કિં.રૂ.૨,૩૦૦ તેમજ   બેગ તથા  થેલી કિ.રૂ.૧૦૦ મળી કુલ રૂ.૩૪,૮૧૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરીમાં   પોલીસ ઇન્સ. એ.આર.વાળાના  માર્ગદર્શન હેઠળ સ્ટાફના વનરાજભાઇ ખુમાણ, જયદિપસિંહ ગોહિલ અને  હસમુખભાઇ પરમાર સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application