૧૧.૫૦ લાખની લૂંટમાં પાળિયાદનો શખસ ઝડપાયો

  • June 04, 2024 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગત તા.૩૧૫ ના રોજ વીંછિયા તાલુકાના ચીરોડા ગામ પાસે બાઈકમાં જઈ રહેલા વૃદ્ધ અને તેના મિત્રને ધકો મારી પછાડી દઇ પિયા ૧૧.૫૦ લાખની લુટ ચલાવવામાં આવી હતી. જેમાં બંને વૃદ્ધને ઈજા પણ પહોંચી હતી.લુંટની આ ઘટનાને લઈ રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌરની સુચનાથી અલગ–અલગ ટીમો બનાવી લુટ ચલાવનાર પાળીયાદમાં રહેતા શખસને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી પિયા ૧૦ લાખ રોકડ અને બાઈક સહિત ૧૦.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. આરોપીની પુછતાછમાં તેના પર દોઢ લાખનું દેણુ થઈ ગયું હોય પૈસા ચૂકવવા માટે લુંટ કર્યાનું રટણ કયુ હતું. આરોપી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ? તે અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
લુંટના આ બનાવની જાણવા મળતી વિગત મુજબ,વીંછિયા તાલુકાના અજમેર ગામે રહેતા મોતીભાઈ જમોડ(ઉ.વ ૮૦) અને તેમના મિત્ર ધમાભાઈ સામતભાઈ(ઉ.વ ૬૦) બંને ગત તારીખ ૩૧૫ ના વિજયા એસબીઆઇ શાખામાંથી ધિરાણની રકમ ઉપાડી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ચિરોડા ગામના પાટિયા પાસે બાઈક પર આવેલા શખસે બંનેની નીચે પછાડી ઇજા પહોંચાડી તેમની પાસે રહેલ થેલો લૂંટી લીધો હતો જેમાં પિયા ૧૧.૫૦ લાખની રોકડ હતી.

લુંટની આ ઘટનાને લઈ રાજકોટ જિલ્લા પોલીસવાડા જયપાલસિંહ રાઠૌરના નામ માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ એચ.સી. ગોહિલ અને એલસીબીની ટીમ તેમજ એસઓજી પીઆઇ એમ.એફ.પારગી,પીએસઆઇ બી.સી.મીયાત્રા તેમજ પેરોલ ફર્લેા સ્કોવર્ડના પીએસઆઇ એસ.જે.રાણા અને વિછીયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ આઇ.અમે. સરવૈયા તથા તેમની ટીમ દ્રારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. અલગ –અલગ ટીમો દ્રારા અલગ–અલગ દિશામાં તપાસ હાથ શ કરી હતી.

દરમિયાન લુંટ ચલાવનાર બોટાદના પાળીયાદ ગામે રહેતો કિરણ પ્રવિણભાઇ મેર(ઉ.વ ૨૦) હાવાનું માલુમ પડતા પોલીસે તેને વીંછિયા–પાળીયાદ રોડ પરથી ઝડપી લઈ લુંટના આ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડ પિયા ૧૦ લાખ અને બાઈક સહિત કુલ પિયા ૧૦.૩૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યેા છે.

પૂછતાછ માં આરોપી એવી કબુલાત આપી હતી કે, તે શાકભાજીનો ધંંધાર્થી છે. તેના પર દોઢ લાખનું દેણું થઈ જતા દેણાની આ રકમ ભરપાઈ કરવા માટે તેણે લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને બાદમાં લુંટના બનાવને અંજામ આપ્યો છે. આરોપી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ? સહિતની બાબતો અંગે પોલીસ વિશેષ તપાસ હાથ ધરી છે


અઠવાડિયા પૂર્વે પણ લૂંટનો પ્રયાસ કર્યેા હતો

પોલીસની પ્રાથમિક પુછતાછમાં આરોપી કિરણ મેરે આ બનાવના અઠવાડિયા પૂર્વે પણ લુંટનો પ્રયાસ કર્યેા હતો.રોકડ રકમ જઇ રહેલા શખસને પછાડી તેની પાસેથી રોકડ લૂંટી લેવા પ્રયાસ કર્યેા હતો.પણ આ વ્યકિતએ પ્રતિકાર કરતા આરોપી ભાગી ગયો હતો

લૂંટની રકમમાંથી લેણાદારોને નાણા ચૂકવી દીધા
આરોપી કિરણે લુંટની ઘટનાને અંજામ આપ્યા હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે તેને વીંછિયા પાળિયાદ રોડ પરથી ઝડપી લીધો હતો.પોલીસે તેની પાસેથી રોકડ . ૧૦ લાખ મોબાઇલ ફોન,પાસ બુક,ચેક બુક અને બાઇક સહિત .૧૦.૩૫ લાખની મત્તા કબજે કરી હતી.જયારે બાકીની રોકડ બાબતે પુછતા આરોપીએ આપી હતી આ રકમ લેણાદારોને ચૂકવી દીધી હોવાની કબુલાત આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application