પાંચ દિવસ માટે ભાડે લઈ જવાનું કહી માધાપરનો શખસ ક્રેટા કાર હંકારી ગયો

  • September 20, 2024 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કોઠારીયા રોડ પર રિદ્ધિ સિદ્ધિ હાઇટસમાં રહેતા યુવાને ભાગીદાર મારફત માધાપરમાં રહેતા શખસને ક્રેટા કાર પાંચ દિવસ માટે ભાડે આપી હતી. બાદમાં આ શખસે કાર પરત ન આપી યુવાનની ૧૩ લાખની કાર લઈ ફરાર થઈ ગયો હોય આ અંગે યુવાને માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ શહેરના કોઠારીયા રોડ પર બાલાજી પાર્ક પાસે રિદ્ધિ હાઇટસમાં રહેતા મિલન રમેશભાઈ ચોટલીયા (ઉ.વ ૩૪) દ્રારા માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જામનગર રોડ પર માધાપર પોસ્ટ ઓફિસની સામે સેલેનીયમ સીટી હાઈટસ ડિ વિંગ લેટ નંબર ૩૦ માં રહેતા હેમલ બીપીનભાઈ વસાણીનું નામ આપ્યું છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે કડિયાકામ કરે છે યુવાનનો મિત્ર કિશોર સાપરા કોઠારીયા રોડ ઉપર ગોપાલ હેરિટેજમાં બ્લુ સ્કાય એપાર્ટમેન્ટમાં રહે છે અને તે છેલ્લા ચારેક વર્ષથી ટેકસી ચલાવે છે. યુવાને આજથી દોઢેક વર્ષ પહેલાં પોતાના નામે ક્રેટા કાર નંબર જીજે ૩ એમએલ ૮૭૬૩ ની ખરીદી કરી હોય જે કાર બાબતે તેણે પોતાના મિત્ર કિશોર સાપરાને જણાવ્યું હતું કે આ ગાડી ભાડે જોઈતી હોય તો મારી ક્રેટા કાર પડી છે મને કહેજો ત્યારબાદ યુવાન તથા તેનો મિત્ર કિશોર બંન્ને ગાડી ભાડે આપવાનું ભાગીદારીમાં કામ કરતા હતા યુવાન કડિયા કામ કરતો હોય તમામ વહીવટ તેના મિત્ર કિશોર સંભાળતો હતો.
ગત તારીખ ૩૦૩૨૦૨૪ ના કિશોરભાઈએ યુવાનને વાત કરી હતી કે આપણા રેગ્યુલર ગ્રાહક હેમલભાઈ વસાણીને હત્પં છેલ્લા બે વર્ષથી ઓળખું છું તે તમારી ક્રેટા કાર પાંચ દિવસ માટે ભાડે દરરોજના પિયા ૩૫૦૦ લેખે ગોંડલ રોડ મહિરાજ હોટલ પાસેથી લઈ ગયેલ છે અને તેણે એડવાન્સના પિયા ૧૫,૦૦૦ આપ્યા છે ત્યારબાદ પાંચ દિવસ થઈ જવા છતાં હેમલને ગાડી માટે ફોન કરતા તે જણાવ્યું છે કે હજુ અઠવાડિયું થઈ જશે મારે કામ છે અને ત્યારબાદ પાછો ફોન કરતા તેણે જણાવ્યું હતું કે બે દિવસમાં આવી જઈશ પરંતુ આ હેમલ આજદિન સુધી ગાડી પરત આપવા આવ્યો નથી.અવારનવાર હેમલને ગાડી પરત આપવા માટે જણાવતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો જેથી પિયા ૧૩,૦૦,૦૦૦ ની ક્રેટ કાર હેમલ વસાણી ભાડે લઈ જવાના બહાને લઈ ગયા બાદ પરત ન આપી કોઈને વેચી નાખી હોય અથવા સગવગે કરી નાખી હોય તેવી શંકા સાથે યુવાને આ મામલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે વિશ્વાસઘાત અંગેની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application