ભાયાવદર પંથકની સગીરાને ભગાડી જઈ દુષ્કર્મના કેસમાં ખારચિયાના શખસને ૨૦ વર્ષની જેલસજા

  • January 09, 2024 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટાના ભાયાવદર પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલહવાલે રહેલા આરોપીને અદાલતે પોકસો એકટના ગુનામાં ૨૦ વર્ષની સજા ફટકારતો હત્પકમ કર્યેા છે.

આ કેસની હકીકત મુજબ ઉપલેટા તાલુકાના ખારચિયા ગામે રહેતો સાગર ભીખુભાઈ પંચાસરા નામનો શખ્સ ભાયાવદર પંથકમાં રહેતી સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી ગયો હતો. આ અંગે ભોગ બનનાર સગીરાના પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીને ભોગ બનનાર સાથે ઝડપી લીધો હતો. ધરપકડ બાદ આરોપી વિદ્ધ એટ્રોસિટી એકટ અને પોકસો એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે કેસ ધોરાજી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ કાર્તિકેય પારેખ દ્રારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ ધોરાજીના એડિશનલ સેશન્સ જજ અલીહત્પસેન મોહીબુલ્લા શેખે એટ્રોસિટી એકટ અને પોકસો એકટના ગુનામાં આરોપી સાગર પંચાસરાને તકસીરવાર ઠેરવી ૨૦ વર્ષની સજા ફટકારતો હત્પકમ કર્યેા છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ કાર્તિકેય પારેખ રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application