વીંછિયાના મોઢુકા રોડ પાસેથી રાજકોટ ગ્રામ્ય એસોજીની ટીમે કારમાં ૮૪૦ બોટલ નશાકારક સીરપ કોર્ડીંન સાથે બોટાદના શખસને ઝડપી લીધો હતો. પોલીસે નશાકારક સીરપની આ બોટલો, મોબાઈલ અને કાર સહિત કુલ રૂપિયા ૬.૩૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા શખસની પુછતાછ કરતા બોટાદ પંથકમાં તેના સંબંધીની એજન્સી હોય ત્યાંથી તે આ બોટલો લાવતો હતો અને છેલ્લા બે માસથી વીંછિયા પંથકમાં આ બોટલનું વેચાણ કરતો હોવાનું માલુમ પડ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ ગ્રામ્ય એસોજીના પી.એસ.આઇ બી.સી. મિયાત્રાની રાહબરી હેઠળ એસોજીની ટીમ પેટ્રોલિંગમાં હતી.દરમિયાન હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ અગ્રાવત અને વિજયભાઈ વેગડને એવી બાતમી મળી હતી કે, બીજાના મોઢુકા રોડ રૂપાવટી ગામ જવાના રસ્તા પાસેથી એક શંકાસ્પદ કાર પસાર થનાર છે. જેમાં નશાકારક બોટલોનો જથ્થો રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે રૂલર એલસીબી પી.આઇ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એસોજીની ટીમે અહીં વોચ ગોઠવી હતી.દરમિયાન અહીં રૂપાવટી ગામ જવાના રસ્તા સામે અંબાજી મંદિર નજીકથી સ્વીફ્ટ કાર નંબર જીજે ૩૩ એફ ૧૮૯૯ શંકાસ્પદ હાલતમાં પસાર થતા પોલીસે તેને અટકાવી હતી.પોલીસે કાર ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ પ્રકાશ પ્રવીણભાઈ સાંકળીયા (રહે. બોટાદ મૂળ ટાટમ તા. ગઢડા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી નશાકાર સીરપ કોર્ડીનની ૮૪૦ બોટલ મળી આવી હતી. જેથી પોલીસે રૂપિયા ૧.૨૯ લાખની કિંમતની આ સીરપની બોટલો એક મોબાઈલ ફોન અને સ્વીફ્ટ કાર સહિત કુલ રૂપિયા ૬,૩૪,૩૬૦ નો મુદ્દામાલ કબજે કરી આરોપી પ્રકાશ સાંકળીયા સામે વીંછિયા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આરોપી પ્રકાશ સાંકળીયાની સઘન પૂછતાછ કરતા બોટાદ પંથકમાં તેના સંબંધીની એજન્સી હોય જ્યાંથી તે આ નશાકારક સીરપની બોટલ લાવતો હોવાનું કબૂલ્યું હતું.તે છેલ્લા બે માસથી અહીંથી આ નશાકારક સીરપની બોટલો લાવી વીંછીયા પંથકના ગામોમાં પાનની દુકાન સહિતના સ્થળોએ વેચાણ કરતો હોવાનું માલુમ પડ્યું છે. ત્યારે આ મામલે પોલીસે આ બોટલોનું વેચાણ કરનાર તથા આરોપીને આ બોટલો પૂરી પાડનાર તેના સંબંધીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
રૂ. ૭૦થી૮૦માં લઈ ડબલ ભાવે વેચતો
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી પ્રકાશ સાંકળીયાને નશાકારક સીરપની આ બોટલો પિયા ૭૦ થી ૮૦ માં તેમના સંબંધી પાસેથી મળતી હતી. આ બોટલ ઉપર રૂપિયા ૧૫૪ ની કિંમત છાપેલી હોય જેથી તે આ જ કિંમતે વીંછિયા પંથકમાં આ બોટલો વેચતો હતો. જ્યારે તેની પાસેથી બોટલ ખરીદનાર આ બોટલો સામાન્ય ગ્રાહકોને રૂપિયા ૨૫૦ માં વેચતા હોવાનું માલુમ પડ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech