રાજકોટ સહિત રાયભરમાં છેલ્લા ઘણા દિવસોથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. આ વખત રાજકોટમાં ઘણા દિવસો તાપમાન સિંગલ ડીજીટમાં પણ રહ્યું છે. આ કડકડતી ઠંડી વચ્ચે રાજકોટમાં કરણસિંહજી બાલાજી મંદિર પાસે છેલ્લા ઘણા સમયથી ભિક્ષાવૃત્તિ કરનાર વૃદ્ધ અહીં રાત્રિના બેભાન થઈ જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડા હતા જયાં તેમનું મોત થયું હતું. ઠંડી લાગી જવાથી વૃદ્ધનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ, કરણસિંહજી બાલાજી મંદિર પાસે ગઈકાલ સમી સાંજના પંકજલાલ સંપૂર્ણ શંભુલાલ ઓડેસરા(ઉ.વ ૬૮) નામના વૃદ્ધ અહીં બેભાન થઈ ઢળી પડા હોય તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી વૃદ્ધને મૃત જાહેર કર્યા હતાં. બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરી કાર્યવાહી કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સોની વૃદ્ધ પાંચ ભાઈના પરિવારમાં ત્રીજા નંબરે હતા તેઓ છેલ્લા ૨૫ વર્ષથી અહીં કરણસિંહજી બાલાજી મંદિર પાસે ભિક્ષાવૃત્તિ કરતા હોવાનું માલુમ પડું છે. રાત્રિના તેઓ અહીં જ રહેતા હોય ઠંડી લાગી જવાથી વૃદ્ધનું મોત થયું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જોકે વૃદ્ધના મોતનું સચોટ કારણ જાણવા મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું છે જેનો રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ સામે આવશે.
યારે અન્ય એક બનાવમાં કુવાડવા રોડ પર ડી માર્ટ પાછળ ઉધમસિંહ ટાઉનશીપમાં રહેતા જીતુભાઈમલભાઈ ધરમાણી (ઉ.વ ૫૦) નામના આધેડ રાત્રીના ઘરે બેભાન થઈ જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડા હતા. અહીં તેમને મૃત જાહેર કર્યા હતા આધેડ પાંચ ભાઈ પાંચ બહેનના પરિવારમાં વચેટ હતા તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ પાનની કેબિન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. હાર્ટ એટેકથી તેમનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત રાજકોટમાં ખડીયાપરા રાજીવનગરમાં રહેતો શબ્બીરહત્પસેન રફીકભાઇ શેખ (ઉ.વ ૨૫) નામનો યુવાન રાત્રિના બેભાન થઈ જતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યેા હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: નિવૃત પ્રોફેસરને શેરબજારમાં રોકાણની લાલાચ આપી 50 લાખની છેતરપિંડી કરનાર શખ્સ ઈન્દોરથી ઝડપાયો
January 20, 2025 02:12 PMજામનગર જિલ્લા પંચાયત ખાતે ૨૬૩.૦૮ લાખની પુરાંત સાથેનું બજેટ રજુ, વિપક્ષે વખોડી કાઢ્યું
January 20, 2025 02:10 PMખંભાળિયા: હૃદયરોગના હુમલાએ વિપ્ર યુવાનનો ભોગ લીધો
January 20, 2025 01:28 PMખંભાળિયા ઘરેલુ હિંસાથી રક્ષણના કેસમાં અરજદારની અરજી નામંજૂર
January 20, 2025 01:26 PMખંભાળિયામાં પાણી વિતરણના સંપ તેમજ ફિલ્ટર પ્લાન્ટની સધન સાફ-સફાઈ કરાઈ
January 20, 2025 01:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech