ચંડીગઢ એરપોર્ટ પર કંગના રનૌત સાથે બનેલી ઘટના હાલમાં ખૂબ ચર્ચા જગાવી છે. મંડીથી દિલ્હી જતા પહેલા સીઆઇએસએફના મહિલા સુરક્ષાકર્મીએ ચંડીગઢ એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન અભિનેત્રીને થપ્પડ મારી દીધી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં કંગના નારાજ અને ગુસ્સામાં જોવા મળી રહી છે. પરંતુ આ વીડિયોમાં કંઈક બીજું પણ રેકોર્ડ કરવામાં આવ્યું છે. ચંદીગઢ એરપોર્ટ પરથી વાયરલ થયેલા વીડિયોમાં કંગનાની બેગ લઈને ઉભેલી બ્લેક કોટ અને પેન્ટ પહેરેલી મહિલાને પણ થપ્પડ મારવામાં આવી હતી.
વીડિયોમાં કંગનાના સહયોગી, જેઓ હિમાચલી કેપ પહેરેલી જોઈ શકાય છે, તેઓ તેમની સાથે ઉભેલી મહિલાને થપ્પડ મારતા અને પ્રશ્નો પૂછતા જોવા મળે છે. આ મહિલા કંગના સાથે તેની બેગ લઈને ઉભી હતી. વીડિયો વાયરલ થયા બાદ હવે આ બીજી થપ્પડ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. ટિપ્પણી કરતી વખતે, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે મહિલાના સન્માનની વાત કરી છે, યારે અન્ય યુઝર્સે અભિનેત્રીના પાર્ટનરની તુલના કુલવિંદર કૌર સાથે કરી છે અને તેને સજા આપવાનું કહ્યું છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે, થપ્પડ મારનારની ઓળખ થઈ શકી નથી. આ મહિલા એરપોર્ટ સ્ટાફ છે કે અભિનેત્રીની અંગત સહાયક છે તે કહેવું મુશ્કેલ છે.
હિમાચલ પ્રદેશના મંડીથી ચૂંટણી જીત્યા બાદ અભિનેત્રી ચંદીગઢથી દિલ્હી જઈ રહી હતી ત્યારે તેની સાથે આ બનાવ બન્યો હતો. થપ્પડ મારનાર સીઆઇએસએફ મહિલા કર્મચારી કુલવિંદર કૌરને સસ્પેન્ડ કરવામાં આવી છે. આ સમગ્ર વિવાદ ખેડૂતોના આંદોલન દરમિયાન કંગનાના નિવેદન સાથે જોડાયેલો છે. અભિનેત્રીના એક નિવેદનથી કુલવિંદર કૌર ગુસ્સામાં હતી. થપ્પડની ઘટના બાદ તેણે કહ્યું, 'કંગનાએ કહ્યું હતું કે, ખેડૂતોના આંદોલનમાં મહિલાઓ ૧૦૦ પિયા માટે બેઠી છે. મારી મા પણ ત્યાં બેઠી હતી. આ ઘટના બાદ કુલવિંદર કૌરના સમર્થનમાં ખેડૂત નેતાઓ ઉતરી આવ્યા છે, અને કંગનાના ડોપ ટેસ્ટની માંગ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાયન્સ સેન્ટર ખાતે સૌથી મોટી ઝોનલ લેવલની જઝઊખ ક્વિઝ
December 23, 2024 04:21 PMઆહીર સમાજના ભામાશા જવાહર ચાવડા જિલ્લાના પ્રવાસે, અનેક આહીર યુવાનો અગ્રણીઓને રુબરુ મળ્યા
December 23, 2024 04:20 PMસોમનાથ સૂર્યવંશીની હત્યા માટે મહારાષ્ટ્રના CM ફડણવીસ જવાબદારઃ રાહુલ ગાંધી
December 23, 2024 04:19 PMભારતમાં ૧.૧૭ લાખ કરતા વધુ સ્ટાર્ટઅપ્સની નોંધણી
December 23, 2024 04:17 PMગુજરાતની ૧૫૯ નગરપાલિકા અને ૮ મહાનગરપાલિકાનો ‘ઇ-નગર’ પ્રોજેક્ટમાં સમાવેશ, જાણો કઈ કઈ સેવાઓ મળે છે
December 23, 2024 04:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech