સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના સત્તાવાળાઓ દ્રારા થોડા સમય પહેલા જુદી–જુદી ૧૪ માંથી ૧૩ ફેકલ્ટીના ડીન જાહેર કરાયા પછી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સહિત રાયની અનેક યુનિવર્સિટીઓમાં ભડકો થયો છે. ફેકલ્ટીના ડીન તરીકે અત્યાર સુધી ભવનના પ્રોફેસરોની જ પસંદગી કરવામાં આવતી હતી. પરંતુ આ વખતે નવા સ્ટેચ્યુટ અને કોમન એકટની જોગવાઈ મુજબ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના સિનિયર આચાર્યના નામ મોટા પ્રમાણમાં જાહેર કર્યા હતા તેનો વિરોધ થઈ રહ્યો છે. સામે બાજુ કોલેજ પ્રિન્સિપાલ એસોસિએશનને પણ સરકારને નવા નિયમ મુજબ ગુણવત્તાયુકત શિક્ષણ માટે કોલેજના પ્રિન્સિપાલોની જ ડીન તરીકે પસંદગી કરવા આગ્રહ રાખવામાં આવ્યો છે.
આ પરિસ્થિતિ વચ્ચે છેલ્લા એકાદ સાહથી પ્રિન્સિપાલ એસોસિએશનના આગેવાનો, યુનિવર્સિટી કેમ્પસ પર ભવનમાં ફરજ બજાવતા પ્રોફેસરો, યુનિવર્સિટીના અધિકારીઓ, કુલપતિ સહિતના પદાધિકારીઓ વગેરેના આટાફેરા ગાંધીનગરમાં શિક્ષણ વિભાગમાં અને શિક્ષણ મંત્રી સમક્ષ વધી ગયા હતા. આખરે આ મામલે હવે અંતિમ નિર્ણય લેવાઇ રહ્યો છે અને આગામી સાહમાં તેની નવેસરથી જાહેરાત કરવામાં આવશે. જુના લિસ્ટમાંથી મોટાભાગના ડીનને પડતા મૂકવામાં આવે અને પીએચડીના ગાઈડ તરીકે જવાબદારી સંભાળતા સિનિયર પ્રોફેસરો અને પ્રિન્સિપાલોને ડીનની જવાબદારી આપવામાં આવે તેવી શકયતા હોવાનું જાણવા મળે છે. સંશોધનને લગતી પ્રવૃત્તિને વેગ આપવા પીએચડી ગાઈડ તરીકે જેમણે જવાબદારી સંભાળી છે તેમને જ ડીનની જવાબદારી મળવી જોઈએ તેવી દલીલ ગાંધીનગરમાં ઉચ્ચ શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રી સમક્ષ કરાયા પછી આ વાત માન્ય રહી હોવાનું ગાંધીનગરના સુત્રો જણાવી રહ્યા છે.ભવનના મોટાભાગના પ્રોફેસરો અને કોલેજના સંખ્યાબધં પ્રિન્સિપાલો ગાઈડ તરીકેની જવાબદારી પીએચડીમાં સંભાળતા ન હોવાથી થોડા સમય અગાઉ ડીનનું જે સંભવિત લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં મોટા ફેરબદલ સાથે નવું લિસ્ટ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના ઊભી થઈ છે.
પીએચડીના ગાઈડ મામલે શું પરિસ્થિતિ છે તેની વાત કરીએ તો વર્ષેા સુધી યુનિવર્સિટી ભવનના પ્રોફેસરો જ પીએચડીના ગાઈડ તરીકે પસદં કરવામાં આવતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોલેજોના આચાર્યેાને પણ ગાઈડશીપ માટે મંજૂરી આપવામાં આવી છે. હવે ઓછામાં ઓછા પાંચ વિધાર્થીઓને પીએચડી કરાવ્યું હોય તેને જ ડીન બનાવવા અને આમ કરીને સંશોધનની પ્રવૃત્તિને ઉત્તેજન આપવાની માગણી ગાંધીનગરમાં કરવામાં આવી છે. પીએચડીના આવા ગાઈડ જો ડીન બનવા માગતા હોય તો તેમણે પ્રેઝન્ટેશન પણ આપવું જોઈએ તેવી માગણી કરવામાં આવી છે, માત્ર નિમણૂકની તારીખ કે સિન્યોરિટીને ધ્યાનમાં રાખીને ડીન જેવી મહત્વની જવાબદારી ગમે તેને સોપી ન શકાય. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્રારા માઇનોર રિસર્ચ પ્રોજેકટ (એમઆરપી) અને મેજર રિસર્ચ પ્રોજેકટ ગ્રાન્ટ કરવામાં આવતા હોય છે. અત્યારે ડીન માટે જે લોકો દાવો કરે છે અથવા તો જેમના નામની જાહેરાત થઈ છે. તેમાંથી મોટાભાગનાએ પીએચડીના ગાઈડ તરીકે જવાબદારી સંભાળી નથી અને ગાઈડ તરીકે માન્ય હોય તો પણ પુરા પાંચ વિધાર્થીઓને પણ પીએચડી કરાવ્યું નથી. આ મુજબ ૮૦ ટકા દાવેદારો અને ઉમેદવારો આ લિસ્ટમાંથી નીકળી જાય તેવી સ્થિતિ છે.ગાંધીનગર ખાતેની રજૂઆતમાં એક એવી પણ દલીલ કરવામાં આવી છે કે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી યુનિફોર્મ સ્ટેચ્યુટ ૨૦૨૪ના પ્રકરણ ૨ માં એટલે કે એકટની કલમ ૮ માં જણાવ્યા મુજબની બાબતે સ્ટેચ્યુટ પ્રકરણ ૨ના મુદ્દા નંબર ૬માં જણાવ્યા મુજબ ડીન શૈક્ષણિક યોજના, શૈક્ષણિક ઓડિટ, શિક્ષણ અને સંશોધન માટેના તમામ ધારા ધોરણો શિક્ષણના તાલીમ માટે જવાબદાર રહેશે. તદુપરાંત યુનિવર્સિટીના વિભાગોમાં કોલેજમાં સંશોધન પ્રવૃત્તિને નિયંત્રિત અને નિયમિત રીતે સંકલિત કરશે.
સ્ટેચ્યુટ બેના મુદ્દા નંબર છ ના પેટા મુદ્દામાં જણાવ્યા મુજબ પીએચ ડી અભ્યાસક્રમોનું નિયંત્રણ યુનિવર્સિટીના વિભાગોમાં કોલેજોમાં અને માન્ય સંસ્થાઓમાં કરવાની ભલામણ શૈક્ષણિક મંડળને કરવાનું કામ ડીનની જવાબદારીમાં આવે છે.યુનિવર્સિટી સ્ટેચ્યુટ પ્રકરણ બે ના પેટા મુદ્દાઓમાં જણાવ્યું છે કે પીએચડીના માર્ગદર્શકો શિક્ષકો અને સંશોધન માર્ગદર્શક ગણની માન્યતા માટેની માપદંડોના ભલામણ કરવી, કોલેજોમાં સ્વાયત કોલેજો અને સંસ્થાઓમાં સશકત સ્વાયત કોલેજોમાં સંસ્થાઓના કલસ્ટર અને માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં સંશોધનને અનુપ કામગીરી કરવાની જવાબદારી ડીનની રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech