દરેક વ્યકિતની પ્રેમની પરિભાષા અલગ હોય છે. પરંતુ એવુ કહેવામાં આવે છે કે, પ્રેમમાં પામવાની ચાહના નથી હોતી. પ્રેમનો અર્થ પામવું નથી. તમે કોઈને પ્રેમ કરો, તો જરી નથી કે તે તમને મળી જાય. પરંતુ પ્રેમ જેવા પવિત્ર સંબંધની આટલી સરળ પરંતુ ઐંડી વાત ખૂબ ઓછા લોકોના સમજમાં આવતી હોય છે.જેના માઠા પરિણામ આપણે સમાજમાં જોતા હોઈએ છીએ. રાજકોટની જ વાત કરીએ તો છેલ્લા બે દિવસોમાં આવી બે ઘટનાઓ સામે આવી છે. પ્રથમ ઘટનામાં બગસરામાં રહેતા રવિ વજુભાઇ સોલંકી નામના શખસના સગપણની વાત રાજકોટના જામનગર રોડ પરના વિસ્તારમાં રહેતી મધુ નામની યુવતી સાથે ચાલી હતી. પરંતુ યુવાનના ચાલ–ચલગત ઠીક ન હોય યુવતીના પરિવારજનોએ સગાઈ કરવાનું માંડી વાળ્યું હતું. રવિને ના કહી ત્યારથી તે યુવતીને તો ઠીક તેની માતાને પરેશાન કરવા લાગ્યો હતો. બંનેને સળગાવી નાખવાની ધમકી પણ આપી હતી.દરમિયાન રવિ રાજકોટ આવ્યો હતો.વારંવાર યુવતીને ફોન કર્યા હતાં.યુવતીને આ શખસ સાથે કોઇપણ પ્રકારનો વ્યવહાર ન રાખવો હોય તેણે ફોન ઉઠાવ્યા ન હતાં.જેથી રવિ વધુ ગીન્નાયો હતો.બાદમાં તેણે ઉશ્કેરાટમાં આવી જઇ રાત્રીના યુવતીના ઘરે પહોંચી જઇ જવલનશીલ પ્રવાહી છાંટી કાંડી ચાપી દીધી હતી.આ ઘટનામાં યુવતીના વિધવા માતા ભારતીબેન રાજેશભાઇ પરમાર (ઉ.વ ૫૮) ગંભીર રીતે દાઝી ગયા હતાં.આ ઘટનાને લઇ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી રવિની ધરપકડ કરી હતી.તેણે પોલીસ સમક્ષ એવી કબુલાત આપી હતી કે સગાઇ ના કહ્યા બાદ તેને લાગી આવ્યું હોય તેણે આ કૃત્ય આચયુ હતું. આ ઘટના બન્યાના બીજા દિવસે વધુ એક આવી ઘટના બની જેમાં માર્કેટ યાર્ડ પાસેના વિસ્તારમાં રહેતા વિધવા મહિલા રેખાબેન સોનારાની દીકરી સાથે પોપટપરમાં રહેતો મિહિર ભાનુભાઇ કુંગસીયા લ કરવા માંગતો હોય પણ તે દીકરી માટે યોગ્ય ન હોવાનું જણાતા પરિવારે લની ના કહી હતી.જેથી આ શખસ યુવતીનો પીછો કરી તેને પરેશાન કરવા લાગ્યો હતો.પણ યુવતીએ લની સ્પષ્ટ્ર ના કહી દીધી હતી.જેથી આ શખસે આ વાત સ્વીકારી લેવાના બદલે રાત્રીના યુવતીના ઘરે પહોંચી માતા–પુત્રી બંનેને છરીના ઘા ઝીંકી દીધા હતાં. આવી જ એક ઘટના દાહોદમાં સામે આવી જેમાં મધ્યપ્રદેશના ઝાંબુઆ તાલુકાના જાલાપોડા ગામથી દાહોદના ભાટીવાડા ગામની તરફ લ પતાવી જાન પરત આવી રહી હતી તે દરમિયાન બોરડી ગામ નજીક ૧૫ થી વધુ ઇસમોનું ટોળું મોટરસાયકલ ઉપર ધસી આવી જાન રોકી વરરાજા તેમજ અન્ય લોકોને ધાક ધમકી આપી બળજબરી પૂર્વક દુલ્હનને લઈને ફરાર થઇ ગયા હતા. આ મામલે દાહોદ જિલ્લા પોલીસે ભોપાલ ખાતેથી મુખ્ય આરોપી સાથે અન્ય ૩ આરોપીઓની ધરપકડ કરી હતી.તપાસમાં એવું સામે આવ્યું કે, અપહરણ કરનાર મહેશ ભુરીયા અગાઉ દુલ્હનના પ્રેમમાં હતો. અને મહેશ ભુરીયા અગાઉથી જ લ કરેલો હોય દુલ્હન સાથે તેનું પ્રેમ પ્રકરણ પૂર્ણ થઈ ગયું હતું. જેથી એક તરફી પ્રેમમાં પાગલ મહેશ ભુરીયાએ લ કરી પરત ફરી રહેલી દુલ્હનનું અપહરણ કયુ હતું. પ્રેમમાં ના ન સાંભળી શકવાની આ જીદ સામાન્યથી લઇ ગંભીર અપરાધ તરફ દોરી જાય છે.આવા કિસ્સાઓ સમયાંતરે સામે આવતા જ રહે છે.કેટલાક કિસ્સામાં તો એસિડ એટેક જેવા ગંભીર અપરાધને પણ અંજામ આપવામાં આવી રહ્યો છે.જયાં સુધી માનસિકતા નહીં બદલાઇ ત્યાં સધી આવા બનાવો બનતા જ રહેવાના
આ વિકૃતિને સારા શબ્દોમાં ઓબ્સેસિવ લવ ડિસઓર્ડર કહેવાય
ઓબ્સેસિવ લવ ડિસઓર્ડર તે એક એવી વિકૃતિ છે જેમાં વ્યકિત સામેની વ્યકિતની ઇચ્છાઓનું સન્માન કરતા નથી ઉપરાંત સામેની વ્યકિતના અસ્વીકાર ને સહન કરી શકતા નથી અથવા સ્વીકાર કરી શકતા નથી. આ સાથે જ આ વિકૃતિ ધરાવતી વ્યકિત સામેની વ્યકિતને પોતાની ઈચ્છા તેમજ વિચારો મુજબ નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે. આ વિકૃતિ ધરાવતી વ્યકિત પોતાના એકતરફી પ્રેમને કારણે ક્રોધ, અસુરક્ષા તેમજ ઈર્ષાનો ભોગ બને છે. તે અન્યની ના સહન કરી શકતા નથી અને જો કોઈ તેના પ્રેમનો અસ્વીકાર કરે તો તેને નુકસાન પણ પહોંચાડે છે.ઓબ્સેસિવ લવ ડિસઓર્ડર એક એવી વિકૃતિ છે જેમાં વ્યકિત કોઈ અન્ય વ્યકિત પર મુગ્ધ બની જાય છે, ઉપરાંત તેવા ભ્રમમાં બંધાય છે કે પોતે તે વ્યકિતના પ્રેમમાં છે અને તે વ્યકિત ને પોતાની સમજી તેના પર હક જમાવી બેસવાનું વર્તન કરે છે. આ વિકૃતિને સરળ ભાષામાં પ્રેમ પ્રત્યેનું જનુન અથવા પાગલપણું કહેવાય છે
ગ્રીષ્મા હત્યાકાંડે સૌ કોઇને હચમચાવી નાખ્યા'તા
સુરતના પાસોદરામાં ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ એક હચમચાવી નાખતી ઘટના બની હતી. એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ૨૧ વર્ષીય ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપીને નિર્મમ હત્યા કરી હતી. આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો હતો. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.આરોપીને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગણી લોકો કરવા લાગ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech