ગારીયાધાર શહેરમા મધરાત્રી બાદ પૈસાના મામલે છરીથી હુમલો કરાયો

  • April 21, 2025 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગારીયાધાર શહેરમાં ગત મોડી રાત્રીના બે કલાકના અરસામાં નાણાકીય વહીવટનીમાં છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો. આ બનાવ અંગે ગારીયાધાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી.
ગારીયાધાર શહેરના મફ્તનગર વિસ્તારમાં રહેતા આસિક્ભાઈ ઈકબાલભાઈ ભટ્ટી રાત્રિના ૧:૦૦ વાગ્યા હરસામા તેમના મિત્ર સલીમભાઈ ચારણીયા એ ફોન કરી પાંચ ટોપરા રોડ પાસે આવેલા શબુંબેનના ઘર પાસે બોલાવેલ, જ્યાં આગળ બોલાવીને આસિક્ભાઈ ને આપેલા ૧૭ હજાર રૂપિયા સલીમભાઈએ ઉઘરાણી કરતા આશિષભાઈ પાસે પૈસા ન હોય જેની દાજ રાખીને આસિક્ભાઈને શકુબેન અને સલીમભાઈ દ્વારા ઢીકાપાટો મારી ભૂંડી ગાળો આપી અને અરબાઝ ભાઈ દ્વારા છરી વડે ગળાના ભાગે અને ગાલના ભાગે હુમલો કરાવવામાં આવ્યો હતો. જે અંગે સલીમભાઈ ચારણીયા શબુબેન અબ્દુલ રજાક કાબરીયા અને અરબાઝ અબ્દુલ રજાક કાબરીયા સાહેબ આઈપીસી ધારા ૧૧૫ (૨),૧૧૮(૧).૩૫૨,૩૫૧ (૩),૫૪ અને ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. ઈજાગ્રસ્તને પ્રથમ સારવાર ગારીયાધાર સીએસસી સેન્ટર ખાતે આપી પાલીતાણા સદવિચાર હોસ્પિટલ ખસેડાયા હતા.આવ્યો
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application