કાલે નો ડ્રગ્સ સાથે રેસકોર્સ રિંગરોડ પર રચાશે ૨૨૦૦થી વધુની માનવ સાંકળ

  • January 17, 2024 04:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર પોલીસ દ્રારા નો ડ્રગ્સના ચાલતા અભિયાનમાં ઈન્વિસિબલ એનજીઓ નામની સંસ્થા પણ જોડાઈ છે. આવતીકાલે સવારે સાત કલાકે રેસકોર્સ રિંગરોડ પર ૨૨૦૦થી વધુ લોકોની માનવ સાંકળ રચીને ડ્રગ્સથી દૂર રહેવા, નો ડ્રગ્સ કેમ્પેઈન કરાશે. રાજકોટ શહેરમાં  પ્રથમ વખત આવડીમોટી માનવ સાંકળ રચાશે.
આ એનજીઓ દ્રારા દર વર્ષે અલગ અલગ પ્રોજેકટ સાથે કેમ્પેઈન કરવામાં આવે છે ગત વર્ષે સેવ સોઈલ બાદ આ વર્ષે નો ડ્રગ કેમ્પેઈન પ્રોજેકટ હાથ ધરાયો છે. ગઈકાલથી ૧૦ દિવસીય સાઈકલિંગ ટીમ ૧૧૦૦ કિલોમીટર સુધીના પ્રવાસે નીકળી છે. જેને ફલેગ ઓફ ગાંધીનગરથી ગૃહમંત્રી દ્રારા કરવામાંઆવેલ. રાયમાં અલગ અલગ શહેરોમાં આ ટીમ ફરશે.
રાજકોટ શહેરમાં પણ ડ્રગ સંબંધિત કેમ્પેઈન માટે આવતીકાલે તા.૧૮ના રોજ સવારે સાતથી આઠ વાગ્યા સુધી એક કલાક દરમિયાન ૨૨૦૦થી વધુ લોકોને સાથી હાથ બઢાના સાથે માનવ સાંકળ રચવાનો કાર્યક્રમ રેસકોર્સ ખાતે શહેર પોલીસને સાથે રાકીને યોજવામાં આવશે. ત્યારબાદ નવ વાગ્યાથી બપોરે ચાર વાગ્યા દરમિયાન શાળા–કોલેજોમાં સેમિનારો તેમજ સાંજે ૫થી ૭ સુધી બે કલાક સુધી ડ્રગ ફ્રી સોસાયટી માટે શું કરવું તે માટેનો પ્રોગ્રામ કરાશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application