હાલારમાં પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાંથી પકડેલા દારુ-બિયરના જથ્થાનો કોર્ટની મંજુરીથી નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, દરમ્યાનમાં ગઇકાલે ધ્રોલ-જોડિયા પોલીસે પકડેલા દારુનો નાશ કરવામાં આવ્યો હતો.
ધ્રોલ પોલીસ સ્ટેશન અને જોડીયા પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા ગુનામાં પકડાયેલા અંગ્રેજી શરાબ અને બિયર ટીનના જથ્થાનો ધ્રોલમાં નાશ કરવામાં આવ્યો હતો.
પ્રાંત અધિકારી વી.ડી.સાકરીયા, ડીવાયએસપી મહેન્દ્રસિંહ સોલંકી, ધ્રોલ, જોડીયા મામલતદાર, ટીડીઓ, જામનગર નશાબંધી આબકારી વિભાગના અધિકારી વાળા તથા ચિફ ઓફિસર, ધ્રોલ પીએસઆઈ પી.જી.પનારા, જોડીયા પીએસઆઇ ભદ્રરાજસિહ ઝાલા તેમજ પોલીસ સ્ટાફની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
***
જામનગર પંથકમાં શરાબની હેરાફેરી કરતા ચાર ઝડપાયા: ગંગાવાવ રોડ, અવધ નગરી, બેડીમાં દરોડા : ૨૧ બોટલ કબ્જે: ૩ ફરાર
જામનગર-સમાણા હાઇવે, ગંગાવાવ આશ્રમ નજીકના રોડ પર બે શખ્સોને ઇંગ્લીશ દારુની ૧૯ બોટલ સાથે પકડી લીધા હતા જયારે સપ્લાયરનું નામ ખુલ્યુ હતું તેમજ નાઘેડી ગામમાં દારુની બાટલી સાથે એક ઝપટમાં આવ્યો હતો અને બેડેશ્ર્વર વિસ્તારમાંથી ઇંગ્લીશ દારુ સાથે એક પકડાયો હતો અને એક ફરાર થઇ ગયો હતો.
જામનગરના સાધના કોલોની ગેઇટ નં. ૧, બેકરીની બાજુમાં રહેતા પાનની દુકાનવાળા ઉદય હિતેશ ગંઢા અને જડેશ્ર્વરપાર્કમાં રહેતા સુમિત સુનિલ મંધીણીયા આ બંને શખ્સોને ઇંગ્લીશ દારુની ૧૯ બોટલ સાથે ગંગાવાવ આશ્રમ નજીકના રોડ પરથી પંચ-બી પોલીસે દબોચી લીધા હતા, આ દારુનો જથ્થો દરેડ ગામના ભાવેશ નામના શખ્સે પુરો પાડયો હતો.
બીજા દરોડામાં નાઘેડીના અવધનગરીમાં રહેતા દિપક લીલા મોઢવાડીયાને ઇંગ્લીશ દારુની એક બોટલ સાથે સોસાયટી વિસ્તારમાંથી પકડી લીધો હતો, જયારે બેડીમાં રહેતા સલીમ અબ્દુલ ઘુમરાને ઇંગ્લીશ દારુની બોટલ સાથે પકડી લીધો હતો જેમાં બેડેશ્ર્વર કાંટા પાસે રહેતા શુકુમારસિંહ વકિલસિંહનું નામ ખુલ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએકનાથ શિંદે સરકાર ફરી ટેન્શનમાં, મનોજ જરાંગેએ ચૂંટણી પહેલા આપ્યું અલ્ટીમેટમ
September 17, 2024 06:47 PMસળગતી ચિતા પર ચોખા રાંધ્યા, ખોપરી પણ ઉપાડી ગયા, આવી રીતે આપ્યો તંત્રવિદ્યાને અંજામ
September 17, 2024 06:37 PMભારતના સૌથી યુવા CEO લક્ઝરી કાર કેમ નથી ખરીદતા? રાધિકા ગુપ્તાએ જણાવ્યું ચોંકાવનારું કારણ
September 17, 2024 06:35 PMકોરોના વાયરસનો નવો ખતરો: 27 દેશોમાં ફેલાયો નવો વેરિયન્ટ, જાણો કેટલો ખતરનાક
September 17, 2024 06:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech