અમેરિકા અને રશિયા વચ્ચે ફરી જામશે પરમાણુ હથિયારોની હોર્ડ

  • August 20, 2024 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકા અને રશિયાએ પરમાણુ હથિયારો પર નિયંત્રણ જાળવી રાખવા માટે એક સંધિ કરી હતી, જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે બંને દેશ કેટલા પરમાણુ હથિયારો બનાવી શકે છે. આ સંધિ ૨૦૨૬માં સમા થવાની છે. આ સંધિના અંતથી પરમાણુ હથિયારોની સ્પર્ધાનું જોખમ વધી જશે.અને તેની સાથે વિશ્વ પર પરમાણું યુદ્ધનું પણ જોખમ વધશે.

અમેરિકા અને રશિયા પાસે વિશ્વના ૯૦% પરમાણુ શક્રોનો ભંડાર છે. વર્ષ ૨૦૧૦માં તત્કાલિન અમેરિકી રાષ્ટ્ર્રપતિ બરાક ઓબામા અને તત્કાલિન રશિયન રાષ્ટ્ર્રપતિ દિમિત્રી મેદવેદેવે ન્યૂ સ્ટાર્ટ ટ્રીટી નામની સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. આમાં સ્ટાર્ટ એટલે નવી વ્યૂહાત્મક આમ્ર્સ રિડકશન ટ્રીટી. આ સંધિ હેઠળ, તે નક્કી કરવામાં આવ્યું હતું કે અમેરિકા અને રશિયા કેટલા પરમાણુ હથિયારો બનાવી શકશે, જેથી આ સંખ્યા નિયંત્રણમાં રહે.તે પણ નક્કી કરવામાં આવ્યું હતું કે કેટલી મિસાઇલો તૈયાર સ્થિતિમાં હશે. આ સંધિ ૨૦૨૬માં સમા થવાની છે.

આ સંધિ હેઠળ રશિયા અને અમેરિકા વધુમાં વધુ ૧૫૫૦ પરમાણુ મિસાઈલ, ૭૦૦ લાંબા અંતરની મિસાઈલ અને બોમ્બર્સને તૈયાર સ્થિતિમાં રાખી શકે છે.  ૨૦૧૧માં હસ્તાક્ષર કરાયેલ સંધિને ૨૦૨૧માં વધુ ૫ વર્ષ માટે લંબાવવામાં આવી હતી.હવે આ સંધિ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી માન્ય છે


શું સમસ્યા છે
સંધિ હેઠળ, યુએસ અને રશિયા બંનેએ પરમાણુ શસ્ત્રો  વિશેની માહિતી એકબીજા સાથે શેર કરવાની છે અને પરમાણુ સ્થળોની મુલાકાત લેવાની પણ મંજૂરી છે. પરંતુ, માર્ચ ૨૦૨૦ માં કોવિડ રોગચાળાને કારણે, બંને દેશો વચ્ચે પરમાણુ સાઇટની મુલાકાત અટકી ગઈ. યુએસ અને રશિયા નવેમ્બર ૨૦૨૨ માં સાઇટ મુલાકાત ફરી શરૂ  કરવા ઇજિપ્તમાં મળવા માટે સંમત થયા હતા. પરંતુ, રશિયાએ આ બેઠક સ્થગિત કરી દીધી અને ત્યારથી રશિયા સતત વિલબં કરી રહ્યું છે.

વર્તમાન પરિસ્થિતિ શું છે?
યુક્રેન સાથેના યુદ્ધ પછી, રશિયાને લાગે છે કે તેણે તેના હથિયારોની શિપમેન્ટ વધારવાની જરૂર છે. નવી સ્ટાર્ટ સંધિ દ્રારા આમાં અવરોધ આવી રહ્યો છે. બીજી તરફ અમેરિકા આ યુદ્ધમાં ખુલ્લેઆમ યુક્રેનની સાથે છે અને તેને હથિયાર પણ આપી રહ્યું છે. આથી રશિયાના રાષ્ટ્ર્રપતિ વ્લાદિમીર પુતિને ફેબ્રુઆરી ૨૦૨૩માં જ આ સંધિમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી.જોકે, પુતિનના આ નિવેદન બાદ રશિયાના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ્ર કયુ છે કે સંધિ અનુસાર રશિયા યુદ્ધ માટે તૈયાર પરમાણુ મિસાઈલો અને હથિયારોની સંખ્યા પરના નિયંત્રણોનું પાલન કરવાનું ચાલુ રાખશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News