માલેતામાં પાળાના રસ્તા મામલે ચાલતા આંદોલનનો સુખદ અંત

  • March 19, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના માલેતા ગામમાં કે.પી. એનર્જી લીમીટેડ કંપની મિયાણી પાવર ઇન્ફ્રા. એલ.એલ.પી. કંપનીના ચાલતા પ્રોજેકટમાં માલેતા ગામની સરકારી જમીન તળાપાળાના પ્રશ્ર્ને માલેતા ગામના પૂર્વ સરપંચ દેવાતભાઇ ગોજીયા અને ગામના તળાવની પાળમાં/વેસ્ટ વિયરમાં કંપની દ્વારા થયેલ નુકશાન બાબતે ઉપવાસ ઉપર બેઠેલા હતા.
આ પ્રશ્ર્ને આગેવાનો જગાભાઇ ચાવડા, હેભાભાઇ માડમ, મુરુભાઇ વારોતરીયા સહિતના આગેવાનો તથા મામલતદાર સહિતે કંપનીના અધિકારી સાથે મઘ્યસ્થિનો રસ્તો કાઢી અને કંપની દ્વારા માલેતા ગામની ગૌશાળામાં રુા. ૧૦ લાખ રુપિયા ૧પ દિવસમાં માલેતા ગામની ગૌ સેવા સમિતિમાં ચેકથી ચૂકવવામાં આવશે અને ગૌ સેવા સમિતિ તેની પાંચ લખી આપશે, આ રીતે આ પ્રશ્ર્નનો ઉકેલ લાવવામાં આવ્યો છે અને બન્ને પ્રશ્ર્નોનું શાંતિપૂર્વક સમાધાન થયેલ છે અને એકબીજાને સહકાર આપવાનો રહેશે. તેવી સમજુતી કરવામાં આવી છે અને ઉપવાસ આંદોલનનો અંત આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application