ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લ ાઓમાંથી મોટર સાયકલોની ચોરી કરતા રાજસ્થાનના એક રીઢા ચોરને કુલ-16 મોટર સાયકલો સાથે પકડી પાડી મોટરસાયકલ ચોરીના 17 અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરી કુલ કિ.રૂ. 6,05,000/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે. મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફને બાતમી મળેલ કે, અગાઉ ટેકનીકલ સ્ટાફને જે શંકાસ્પદ ઇસમોના ફોટાઓ તથા વીડીયો ફૂટેઝ મળેલ તે ઈસમ નવલખી ફાટક તરફથી શનાળા બાયપાસ તરફ જતો હોવાની બાતમી મળેલ હોય અને ઇસમ પાસે હાલમાં જે મોટરસાયકલ છે તે મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર ગુનામાં ચોરી થયેલ તે હોવાની બાતમી મળેલ હોય જે બાતમીના આધારે સ્ટાફ સાથે મોરબી પંચાસર ચોકડી પાસે વોચ ગોઠવી એક ઇસમને શંકાસ્પદ મોટરસાયકલ સાથે પકડી પાડી મોટરસાયકલ બાબતે પુછપરછ કરતા પોતે આ મોટરસાયકલ ચારેક માસ પહેલા મોરબી નવા બસ સ્ટેન્ડ નજીક આવેલ સુપર માર્કેટ પાસેથી ચોરી કરી લીધેલ હોવાનુ અને તેની આગળ-પાછળની નંબર પ્લેટો કાઢી ફેકી દીધેલ હોવાનુ જણાવતો હોય અને આ સીવાય તેણે મોરબી, રાજકોટ, રાધનપુર તથા થરાદ એમ અલગ-અલગ જગ્યાએથી અલગ- અલગ તારીખ/સમયે કુલ 17 મોટર સાયકલ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ચોરીના ગુનાઓના તમામ મોટર સાયકલ કબ્જે કરી આ બાબતે ખરાઇ કરતા મોરબી જિલ્લ ામાં 6 (છ) મોટરસાયકલ તથા રાજકોટ શહેરમાં 4 (ચાર) તથા પાટણ જિલ્લ ામાં 3 (ત્રણ) તથા બનાસકાંઠા જિલામાં 4 (ચાર) મોટરસાયકલ ચોરી અંગેના કુલ-17 ગુનાઓ રજીસ્ટર થયેલ હોય જેથી પકડાયેલ આરોપી પાસેથી કુલ-16 મોટરસાયકલ જેની કુલ કિ.રૂ. 6,05,000/- નો મુદામાલ ચોરી કે છળકપટથી મેળવેલ શકમંદ મિલકત તરીકે બી.એન.એસ.એસ.ની કલમ 106 (1) મુજબ કબ્જે કરી આરોપી હરીશ મોહનલાલ કાનારામ પુનીયા ઉ.વ.28 રહે. ચૈનપુરા ગામ પુનીયોકી ઢાણી તા.ધોરીમન્ના જી.બાડમેર રાજસ્થાનવાળાને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech